GUJARATLIMKHEDA

લીમખેડા ની પ્રગતિ ગર્લ્સ હાઇસ્કૂલમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા જાગૃતિ નો કાર્યક્રમ યોજાયો

લીમખેડા ની પ્રગતિ ગર્લ્સ હાઇસ્કુલ માં તારીખ28/12/2023 ને ગુરુવાર નાં રોજ પી એન જી કંપની ગોધરાના સહયોગથી માં દીકરી સ્વાસ્થ્ય અને સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો. શાળાના આચાર્ય શ્રીમતી કલાબેન એ કંપની તરફથી નિયુક્ત થયેલ ફાલ્ગુનીબેન સોની નું સ્વાગત કર્યું હતું. ફાલ્ગુનીબેન સોનિ એ શાળામાં અભ્યાસ કરતી તમામ દીકરીઓને સ્વચ્છતા ઉપર ભાર મૂકીને જણાવ્યું કે આપણી તંદુરસ્તીનો આધાર જ સ્વચ્છતા છે તેમ જ કન્યાઓને ઉંમરના કારણે થતા શારીરિક ફેરફાર અંગેની વિસ્તૃત ચર્ચા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને અભ્યાસ કરતી તમામ કન્યાઓને વિના મૂલ્ય સેનેટરી પેડ આપ્યા હતા. શાળાની શિક્ષિકાઓએ પણ કન્યાઓને આરોગ્ય લક્ષી માર્ગદર્શન આપ્યું હતું.

સુરેશ પટેલ લીમખેડા

Back to top button
error: Content is protected !!