AHAVADANG

ડાંગ: ખેતીમા આધુનિક સાધનો વાપરવાની અત્યાર ની માંગ: કુલપતિશ્રી ડો.ઝેડ.પી.પટેલ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ નવસારી કૃષિ યુનિવર્સીટીના માનનીય કુલપતીશ્રી ડૉ. ઝેડ.પી.પટેલ ના અધ્યક્ષ હેઠળ TSP Farmer implemants and Equipments Utility Center નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. ડૉ. ઝેડ.પી.પટેલ અને ડૉ. એન.એમ.ચૌહાણ ના માર્ગદર્શન મુજબ આ સેન્ટર ખેડૂતોના હીત માટે ખોલવામાં આવ્યું હોય ખેડૂતભાઈઓ અને બહેનો તેનો વધારેમાં વઘારે લાભ ઉઠાવે તેવો આગ્રહ કર્યો હતો. નવસારી કૃષિ યુનિવર્સીટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી દ્વારા ખેતીમાં આવતા નવા નવા પરિવર્તન સાથે ખેડૂતોને પણ આ પરિવર્તન સાથે ચાલીને નવા સાધનો અને ઓજારો ઉપયોગ કરવા જણાવ્યું હતું. આ યુનિવર્સીટી સેન્ટરથી ડાંગના ખેડૂતોમાં ખેતીના નવા નવા ઓજારો વાપરીને કેવી રીતે મહેનત અને શ્રમ ઘટાડી શકાય તેની વિસ્તૃત માહિતી ઝેડ.પી.પટેલ દ્વારા તાલીમ અનેઉદઘાટનના માધ્યમથી ડાંગના ખેડૂતોને આપવામાં આવી હતી. આ સેન્ટરનો મુખ્ય હેતુ. આદિવાસી મજુરો અને ખેડૂતોનો પરિશ્રમ ઓછો કરવા, સંશાધનોનો કાર્યક્રમમાં ઉપયોગ વધારવા, સમયસર કૃષિ કામગીરી થઇ શકે જેથી ઉત્પાદન અને આવકમાં વધારો કરી શકાય. આ કાર્યક્રમનો હેતુ ખેડૂતોને આધુનિક મશીનરીની તાલીમ આપી શકાય તથા આદિવાસી ખેડૂતોમાં કુશળ કામદારો માટે નવીનતમ તક પૂરી પડવાનો હતો. આ કાર્યક્રમ કેવીકે વઘઈ(ડાંગ)ના વરિષ્ટ વૈજ્ઞાનિક અને વડા  ડૉ. જે.બી.ડોબરીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. ઝેડ.પી.પટેલ માનનીય કુલપતીશ્રી, નકૃયું, નવસારી, ડૉ. એન.એમ.ચૌહાણ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, નકૃયું, નવસારી, આચાર્ય કૃષિ મહાવિદ્યાલય ડૉ. જે.જે.પસ્તાગીયા, હલ્કા ધાન્ય સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડૉ. એચ.ઈ.પાટીલ, લાઈન ડીપાર્ટમેન્ટ અને ખેડૂતભાઈઓ- બહેનોએ ભાગ લીધો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!