AHAVADANGGUJARAT

Dang: પોસ્ટલ બેલેટ મતદાનથી બાકાત રાખી ઓરમાયુ વર્તન થતાં ચોથી જાગીર એવા ડાંગના મીડિયાકર્મીઓમાં રોષ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું પરંતુ તંત્ર દ્વારા ચોથી જાગીર એવા મીડિયાને પોસ્ટલ બેલેટથી બાકાત રાખી ઓરમાયુ વર્તન કર્યું..

ડાંગ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ તથા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતુ.પરંતુ ચૂંટણીના દિવસે ચૂંટણી પ્રક્રિયામાં વ્યસ્ત એવા પત્રકારોને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાથી બાકાત રાખવામાં આવ્યા હતા.જેના કારણે ડાંગ જિલ્લાનાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રીક મીડિયા સાથે સંકળાયેલા પત્રકારોમાં નારાજગી સાથે રોષની લાગણી જોવા મળી હતી.લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૪ દરમિયાન ડાંગ જિલ્લામાં ચૂંટણી ફરજની વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારી તથા કર્મચારીઓએ આહવાનાં સરકારી માધ્યમિક શાળા ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. ૧૭૩ ડાંગ વિધાનસભાના મતદાર મંડળના આહવા ખાતે ઉભા કરાયેલા ફેસીલીટેસન સેન્ટર ખાતે છેલ્લા ચાર દિવસથી પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.પરંતુ ચૂંટણીના રોજ પત્રકારિતા કરનાર ડાંગ જિલ્લાના પત્રકારોને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાથી બાકાત રાખવામાં આવ્યા છે. જોકે આસપાસના નવસારી, તાપી,વલસાડ વગેરે જિલ્લાઓમાં પત્રકારોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતુ.ત્યારે અહીં પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ડાંગ જિલ્લાના પત્રકારોને લાભ આપવામાં આવ્યો નથી. જેના કારણે પત્રકારોમાં રોષ જોવા મળી રહ્યો છે.ડાંગ વહીવટી તંત્ર દ્વારા ડાંગ જિલ્લાનાં પત્રકારોની ઉપેક્ષા કરી અવગણના કરતા રોષ વ્યાપી જવા પામ્યો છે.ઉલખનીય છે કે ગુજરાત સરકારનાં ચૂંટણી વિભાગનાં પરિપત્ર મુજબ ડાંગ જિલ્લાનાં પત્રકારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે સૂચનાઓ મુજબ ઓનલાઇન ફોર્મ ભરવાનું થતુ હતુ. ત્યારે ડાંગ જિલ્લાના પત્રકારોએ ઓનલાઇન ફોર્મ પણ ભર્યું હતુ.અને માહિતી ખાતામાં નોંધણી કરી હતી.તેમ છતાં તેમને પોસ્ટલ બેલેટથી બાકાત રાખવામાં આવ્યા છે. તેવામાં ડાંગ જિલ્લાના પત્રકારોએ ચૂંટણીના દિવસે પત્રકારિતા કરવી કે પછી મતદાન કરવા જવુ તે પ્રશ્ન બની ગયો છે.તેમજ અહીં પ્રશ્ન એ થાય છે કે, અન્ય જિલ્લાઓમાં તો ચૂંટણી અધિકારી દ્વારા પત્રકારોને પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે હક આપવામાં આવ્યો છે તો અહીં ડાંગ જિલ્લાના ચૂંટણી અધિકારી શા માટે પત્રકારોને પોસ્ટલ બેલેટથી બાકાત કરી રહ્યા છે ? ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારીને આ અંગેની કોઈ જાણ છે કે નહીં ? આવા અનેક સવાલ ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી પર ઉઠવા પામ્યા છે. ત્યારે હવે ચૂંટણી અધિકારી દ્વારા આ મામલે આગળની શું કાર્યવાહી કરવામાં આવશે તે તો જોવું જ રહ્યુ…

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!