
તા.૦૫.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ મહિલા આઈ.ટી.આઈ ખાતે હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો
દાહોદ મહિલા ITI ખાતે હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. આ દરમ્યાન આયુષ અધિકારી ડૉ. સુધીર જોશીએ મહિલા ITI ના વિધ્યાર્થીઓમાં સારી ટેવો કેળવવા તેમજ કેળવણીલક્ષી સારી બાબતોની ઝીણવટ ભરી ચર્ચા કરી. આ સાથે થ્રી આઈ (Information, Inspiration, Introspection ) ,આરોગ્ય લક્ષી વિવિધ સંભાળ,સારી દિનચર્યા અને જીવન જીવવાની કલા વિદ્યાર્થીઓને શીખવી. વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછી સંવાદ કરીને DAO દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમજ આધુનિક જીવનશૈલીમાં વધતા તણાવ, તણાવના ટૂંકા અને લાંબા ગાળાના માનસિક તથા શારીરિક પરિણામો અંગે વિસ્તૃત સમજ આપી.આ ઉપરાંત સ્ટ્રેસ નિવારણ માટે વિવિધ ઉપાયોની માહિતી આપવામાં આવી અને વિદ્યાર્થીઓને લિસનીંગ અને ઓબ્ઝર્વેશનથી વ્યક્તિના વિકાસ નું મહત્વ સમજાવવામાં આવ્યું. એ સાથે વિધ્યાર્થિનીઓને પોષણક્ષમ આહારથી રોજિંદા જીવનમાં થતી સકારાત્મક અસરો વિશે માહિતગાર કરવામાં આવ્યા તેમજ શારીરિક સ્વછતા અને તેના આરોગ્યાત્મક મહત્વ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી. આ કાર્યક્રમમાં અંતે વિદ્યાર્થીનીઓ સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવી અને વિધ્યાર્થીનીઓને મૂંઝવતા આરોગ્યલક્ષી પ્રશ્નોનું સરળ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું અને કાર્યક્રમ અંગેના વિધ્યાર્થીનીઓના પ્રતિભાવો પણ લેવામાં આવ્યા




