BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

હેપ્પી હાર્ટ પ્રે સ્કૂલ ખાતે હેલ્થ કેમ્પ યોજાયો

સમીર પટેલ, ભરૂચ

હેપ્પી હાર્ટ પ્રે સ્કૂલ ખાતે તાજેતરમાં હેલ્થ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ હેલ્થ કેમ્પમાં ડો. નુરૂલ હુદા હાજર રહ્યા હતા. કેમ્પ દરમિયાન બાળકોના આરોગ્યની તપાસ સાથે તેમની ઊંચાઈ (હાઈટ) અને વજનની પણ ચકાસણી કરવામાં આવી હતી.
ડો.નુરૂલ હુદા ભરૂચ ખાતે મદીના પાર્ક વિસ્તારમાં આવેલ આયુષ્માન આરોગ્ય સેન્ટરમાં પોતાની સેવાઓ આપે છે. તેમણે બાળકોના સ્વાસ્થ્ય અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે સ્કૂલના ફાઉન્ડર રિયાઝએહમદ પટેલ તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ આરીફા મેવાવાલા દ્વારા ડો. નુરૂલ હુદા તથા તેમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શાળા દ્વારા આયોજિત આ હેલ્થ કેમ્પ બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થયો હતો.

Back to top button
error: Content is protected !!