
તા.૧૭.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સુરેશ પટેલ લીમખેડા
Limkheda:લીમખેડા તાલુકાની મંગલ મહુડી પ્રાથમિક શાળામાં આરોગ્ય કેમ્પ યોજાયો
લીમખેડા તાલુકાની મંગલ મહુડી પ્રાથમિક શાળામાં સીની સંસ્થા અને ઇન્ડિસ ટાવર્સ લિમિટેડના સહયોગથી સીની સંસ્થા નો સ્ટાફ પીએસસી આરોગ્ય કેન્દ્ર ઢઢેલા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મેડિકલ ઓફિસર ડોક્ટર હાર્દિક નાયક અને તેમની ટીમ દ્વારા ધોરણ છ થી આઠ ના તમામ બાળકોનું વજન ઊંચાઈ અને અન્ય શારીરિક ચકાસણી કરવામાં આવી હતી અને ગાયનોકલોજી ડોક્ટર મનીષાબેન દ્વારા શાળાની વિદ્યાર્થીઓ તેમજ ગામની બહેનોનું આરોગ્ય તપાસ અને કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું . શાળાના આચાર્ય સાહિબાભાઈ એમ માવી દ્વારા બાળકોના જીવનમાં સ્વાસ્થ્યનું શું મહત્વ છે તેવી જરૂરી સમજણ આપી હતી





