DAHODGUJARATLIMKHEDA

લીમખેડા તાલુકાના ઢઢેલા હાઇસ્કુલ ખાતે સીની સંસ્થા દ્રારા આરોગ્ય કેમ્પનો આયોજન કરવામાં આવ્યું

તા.૦૮.૧૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

સુરેશ પટેલ લીમખેડા

Limkheda:લીમખેડા તાલુકાના ઢઢેલા હાઇસ્કુલ ખાતે સીની સંસ્થા દ્રારા આરોગ્ય કેમ્પનો આયોજન કરવામાં આવ્યું

આજ રોજ તા.૮.૧૨.૨૫ ને સોમવાર ના રોજ શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ ઢઢેલા.તા.લીમખેડા ખાતે સીની સંસ્થા તથા તેમના સમગ્ર સ્ટાફ અને ઇન્ડસટાવર્સ લિમિટેડ તથા પી એચ સી ઢઢેલા ના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ઓફિસર ડૉ.હાર્દિક નાયક અને તેમની ટીમ દ્વારા ધોરણ 9 થી 12 ના તમામ બાળકોનું વજન, ઊંચાઈ, હીમોગ્લોબિન,તથા અન્ય આરોગ્ય ચકાસણી ની સાથે NTF અંતર્ગત માનસિક સ્વાસ્થ્ય અંગે ની ચકાસણી સાથે સમજૂતી તેમજ કન્યાઓ માટે ખાસ શિબિર , ફ્રી મેન્ટલ હેલ્પલાઇન અંગે સમજ આપવામાં આવી. ઉપરાંત શાળાના આચાર્ય સી બી પટેલ એ આગામી બોર્ડ પરીક્ષા અંગે વિધાર્થીઓ ને માનસિક ભારણ કેવી રીતે ઘટાડવું અને સાથે સાથે સારું પરિણામ લાવવા અંગે ની વિસ્તૃત જાણકારી આપી અને અંતે સીની સંસ્થા ના સૌજન્ય થી બાળકો ને ચણાનો પોષ્ટિક નાસ્તો આપવામાં આવ્યો હતો

Back to top button
error: Content is protected !!