ભરૂચ: ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત પત્રકારો મારે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો


કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ શાખા ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિના મૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન
ભરૂચમાં મીડિયાકર્મીઓ માટે કેમ્પ યોજાયો
હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન
મીડિયાકર્મીઓ લીધો લાભ
માહિતી વિભાગ દ્વારા આયોજન કરાયુ
કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ શાખા ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિના મૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા ફીટ ઇન્ડિયા ફીટ મીડિયા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે જે અંતર્ગત મીડિયા કર્મીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના સંકયુક્ત ઉપક્રમે ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિના મૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.જેમાં બ્લડ કાઉન્ટ,બ્લડ ગ્રૂપ,લીવર ફંક્શન,લિપિડ પ્રોફાઈલ,કિડની ફંક્શન ટેસ્ટ,સાંધા માટે યુરિક એસિડ ટેસ્ટ,હાડકા માટે કેલ્શિયમ સહિત થાઇરોઇડ માટે હોર્મોનલ ટેસ્ટ,વિટામિન બી12,વિટામિન સી,ડાયાબીટીસ અને અન્ય ચેકઅપ કરવામાં આવ્યા હતા.આ કેમ્પનો જિલ્લાના પત્રકારોએ લાભ લીધો હતો.






