DAHODGUJARAT

દાહોદ જીલ્લા ખાતે અધિક નિયામક (જાહેર આરોગ્ય ) ડૉ નીલમ પટેલ અને અધિક નિયામક (પરિવાર કલ્યાણ) ડૉ નયન જાની દ્વારા આરોગ્યની સમીક્ષા બેઠક યોજી

તા. ૨૧. ૧૧. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જીલ્લા ખાતે અધિક નિયામક (જાહેર આરોગ્ય ) ડૉ નીલમ પટેલ અને અધિક નિયામક (પરિવાર કલ્યાણ) ડૉ નયન જાની દ્વારા આરોગ્યની સમીક્ષા બેઠક યોજી

દાહોદ જીલ્લામાં ગાંધીનગર ના અધિક નિયામક (જાહેર આરોગ્ય) ડૉ નીલમ પટેલ તથા અધિક નિયામક (પરિવાર કલ્યાણ) ડૉ નયન જાની ના અધ્યક્ષ સ્થાને આરોગ્યના વિવિઘ પ્રોગ્રામનો રીવ્યુ કરવામાં આવ્યો જેમાં દાહોદ ના મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારી શ્રી ડૉ ઉદય ટીલાવત એ પુષ્પ ગુચ્છ આપી ને સ્વાગત કરવામાં આવ્યું સમીક્ષા બેઠકમાં માતા મરણ, બાળ મરણ, પાણીજન્ય રોગો, ચેપી રોગો, રસીકરણ અને ડાયાબીટીસ, હાઈપરટનેશન, ટીબી, લેપ્રસી અને કુટુંબ કલ્યાણ જેવા પ્રોગ્રામ પર ખૂબ જ ધ્યાન આપવા માટે તમામ મેડિકલ ઓફિસર ને અનુરોધ કરવામાં આવ્યો હતો આ સમીક્ષા બેઠકમાં ગાંધીનગર થી આવેલ અધિક નિયામક ડૉ નીલમ પટેલ અને ડૉ નયન જાની દ્વારા આરોગ્યની યોજનાની પણ સમીક્ષા કરવામાં આવી અને આરોગ્યની યોજના નો લાભ તમામ લાભાર્થી ને મળે તે માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ આ બેઠક માં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત, ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ના CEO ડૉ સંજય કુમાર,CDMO, જીલ્લા રક્તપિત અઘિકારી, એપેડેમિક મેડિકલ ઓફિસર , QAMO ,જીલ્લા મલેરીયા અઘિકારી તમામ અધિક્ષક , તમામ તાલુકા હેલ્થ ઓફિસર, તમામ મેડિકલ ઓફિસર અને જીલ્લા ના તમામ ઓફિસર અને કમૅચારીઓ હાજર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!