DEDIAPADA

ડેડીયાપાડા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ નિવાલદ ખાતે લોક સંવાદ કાર્યક્રમ યોજયો,

નર્મદા જિલ્લાના પ્રશાંત સુંબે ના અધ્યક્ષસ્થામાં લોક સંવાદ સેમિનાર કરવામાં આવ્યો,

ડેડીયાપાડા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ નિવાલદ ખાતે લોક સંવાદ કાર્યક્રમ યોજયો,

 

નર્મદા જિલ્લાના પ્રશાંત સુંબે ના અધ્યક્ષસ્થામાં લોક સંવાદ સેમિનાર કરવામાં આવ્યો,

વાત્સલ્યમ્ સમાચાર

જેસિંગ વસાવા : ડેડીયાપાડા

 

નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ ઇન્સ્પેક્શન દરમિયાન દેડિયાપાડા ખાતે લોક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો તેની સાથે પોલીસ અને આરટીઓ દ્વારા દેડિયાપાડા તથા આસપાસ ના વિસ્તારના લોકો માટે ડેડીયાપાડામાં જ લર્નિંગ લાઇસન્સ મળી રહે તે હતું થી ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવી હતી,

ડેડીયાપાડા ના નિવાલદા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ માં ૧૪ મી ના રોજ ડ્રાઇવિંગ લાયસન્સ માટેનું સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમા ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના ખૂબ મોટી સંખ્યામા ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે લોકો ઉમટી પડ્યા હતા, નર્મદા જિલ્લાના વડા પોલીસ અધીક્ષક પ્રશાંત સુંબે એ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં ઘણાં બધા એક્સિડનો થતા હોય જેના કારણે સ્થળ પરજ ફેડલ થતા હોજ છે તેનાથી કઈ રીતે સુરક્ષિત અને સલામતી જળવાઈ રહે તેના અનુસંધાનમાં નર્મદા પોલીસ તંત્ર દ્વારા લાયસન્સ કઢાવવા માટેનું એક સેમિનાર યોજવામાં આવ્યો હતો, એમાં લાયસન્સ અને હેલ્મેટ પહેરવાથી ઘણી બધી લોકોને સલામતી મળી રહે છે, જેથી ફરજિયાત લાયસન્સ કઢાવી લેવાનું અને હેલ્મેટ પહેરવાનું અનિવાર્ય છે જેનાથી આપણે સુરક્ષિત રહીએ છીએ તેવી ઘણી બધી વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી,

આ સેમિનારમાં ડેડીયાપાડા અને સાગબારાના ગામડાઓના લાભાર્થીઓ તેમજ તાલુકો જિલ્લાના પોલીસ કર્મીઓ અને આર.ટી.ઓ.ના કર્મીઓ સહિત તમામ તંત્રના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા,

Back to top button
error: Content is protected !!