આદર્શ વિદ્યાલય, વિસનગર દ્વારા જેસોર અભ્યારણ ખાતે “પ્રાકૃતિક શિક્ષણ શિબિર” યોજાઈ.

11 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરના રાષ્ટ્રીય સેવા યોજના ( N.S.S) ના સ્વયંસેવકો દ્વારાજેસોર અભ્યારણ મુ : પો : બાલુંદ્રા તા :અમીરગઢ જી:બ.કાંમુકામેતા-9/12/2024થીતા-10/12/2024 એમ બે દિવસીય “પ્રાકૃતિકશિક્ષણ શિબિર ” યોજાઈ. જેમા કુલ 50સ્વયંસેવકોજોડાયા હતા. આ પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાંજેસોરવનવિભાગના ગાઇડ દ્વારા સ્વયંસેવકોને વિવિધ વન્ય જીવો, વિવિધ વનસ્પતિ તેમજ વન્ય જીવન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સાથે વિધાર્થીઓને ટ્રેકિંગ, યોગ, ફાયર કેમ્પ જેવા કૌશલ્યોનો પ્રત્યક્ષ અનુભવ પણ કર્યો હતો.આ પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં શાળાના આચાર્યશ્રી દિનેશભાઈચૌધરી, રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર જીગરભાઈ પટેલ અને અન્ય મદદનીશ શિક્ષકશ્રી પ્રવિણભાઈપારઘી પણજોડાયાહતાંસમગ્રપ્રાકૃતિકશિક્ષણશિબિરદરમ્યાનવિદ્યાર્થીઓએ પ્રકૃતિના ખોળેઉલ્લાસ સાથે શાંતિમય જીવનનો અનુભવ કર્યો હતો.




