
ખેલાડીઓને રમત-ગમતના ક્ષેત્રમાં આગળ વધવાની તક મળે તે માટે જૂનાગઢ ખાતે તા.૧૮ તથા ૧૯ ડિસેમ્બરના રોજ હાઈટ હન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત હાઇટના આધારે જે ખેલાડી તા.૦૧/૦૧/૨૦૧૧ પછી જન્મેલા હોય તેવા ભાઇઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે.હાઇટ હન્ટના માપદંડો મુજબ તા. ૦૧/૦૧/૨૦૧૧ પછી જન્મેલા બહેનો જેમની ઉંચાઈ ૧૬૩ સે.મી. કે તેથી વધુ હોય તે પ્રક્રિયામાં ભાગ લઇ શકશે. જ્યારે તા. ૦૧/૦૧/૨૦૧૧ પછી જન્મેલા ભાઇઓ જેમની ઉંચાઇ ૧૭૩ સે.મી. કે તેથી વધુ હોય તે પ્રક્રિયામાં ભાગ લઇ શકશે.ઉક્ત માપદંડ મુજબના રમતગમતમાં રસ ધરાવતા ખેલાડીઓએ જન્મ તારીખનો દાખલો અને આધાર કાર્ડના પુરાવા સાથે (મૂળ ગુજરાતના નિવાસી ખેલાડી માટે) તા. ૧૮/૧૨/૨૦૨૫ અને તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી ૦૧:૦૦ વાગ્યા સુધીમાં સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ, જૂનાગઢ મેંદરડા રોડ, કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલની પાછળ, જૂનાગઢ ઉપસ્થિત રહેવાનું રહેશે.આ હાઇટ હન્ટના કન્વીનર સોહીલદીપ ગોહિલના (મો. ૮૫૧૧૫ ૦૧૯૬૯) અને શ્રી ખીલન અજુડિયા (મો. ૮૨૦૦૧૪૧૪૮૩, ૭૮૫૯૯૪૬૯૮૪) છે.આ યોજના વિશેની વધુ માહિતી માટે જીલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ



