
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચીખલી ગામનાં પુરોહિત હોટલ પાસેથી તથા વઘઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા વઘઈ – સાપુતારા રોડ ઉપર નાનાપાડા ગામ ખાતેથી કતલખાને લઈ જવાતા ગૌવંશને ઉગારી લેવામાં સાપુતારા અને વઘઇ પોલીસની ટીમે સફળતા મેળવી છે. તેમજ પોલીસ દ્વારા બંને જગ્યાએથી મળીને કુલ 30 લાખ રૂપિયા કરતા પણ વધુનો મુદ્દા માલ જપ્ત કરેલ છે.સાપુતારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ચીખલી ગામનાં પુરોહિત હોટલ પાસેથી સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ. આર.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ કતલખાને લઈ જવાતી 18 નંગ જેટલી ગાયને ઉગારી લીધી હતી. જેમાં વેદપ્રકાશ પોલારામ જાત રાજપુત ( ઉ.વ.34 રહે. હરિપુરા પોસ્ટ મુડા તા.જી.હનુમાનગઢ રાજસ્થાન), રામસ્વરૂપ રાધેશ્યામ રાઠોડ (ઉ.વ.26, રહે.ચક હરિપુરા પોસ્ટ મુડા તા.જી.હનુમાનગઢ રાજસ્થાન), બનવારીલાલ જસરામ ( ઉ.વ.47, રહે.પુસેવાલા, 2-એમ, તા. કરણપુર, જી.ગંગાનગર રાજસ્થાન),શિશપાલ હનુમાન( ઉ.વ.24, ચક હરિપુરા પોસ્ટ મુડા તા.જી.હનુમાનગઢ રાજસ્થાન)જેઓ અશોક લેલન કંપનીના ટેમ્પો રજી.RJ -13-GC-3467 તથા ટેમ્પો રજી. નં.PB-03-BA-7936 માં સવાર થઈને પોતાના કબજાના બંને ટેમ્પોમાં પાસ પરમીટ વગર કતલખાને લઇ જવા માટે ટેમ્પામાં ગાય નંગ-18 જેની કિંમત રૂપિયા 2.70 તથા બળદ નંગ-2 જેની કિંમત રૂપિયા 20 હજાર તથા વાછરડી નંગ-1 જેની કિંમત રૂપિયા 1000/- તથા, મોબાઇલ ફોન નંગ-2 કિ.રૂ.5 હજાર તથા રોકડા રૂપીયા 8110/- અને અશોક લેલન્ડ કંપનીના બે ટેમ્પો જેની કિ.રૂ.20,00,000/- મળી કુલ કિંમત રૂપિયા 23,05,110/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.






