BANASKANTHAGUJARATKANKREJ

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે હિન્દુ સંમેલન યોજાયું..

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે હિન્દુ સંમેલન યોજાયું..

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે હિન્દુ સંમેલન યોજાયું..

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રીવાદળી ગૌ માતાના મંદિર ખાતે પરમ્ પૂજ્ય સંતશ્રી મુકુંદજી મહારાજ (પાથમેડા ગૌ શાળા)ની સાનિધ્ય માં ૧૪ મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ હિન્દુ સંમેલન યોજાયું હતું. શિહોરી મંડળમાં શિહોરી, કુંવારવા,આકોલી,પાદરડી, માનપુર,આંબલીવાસ,રતનપુરા, રણવાડા જાગીર,અરડુવાડા નો સમાવેશ થાય છે.મહાશિવરાત્રી ના પાવન પર્વ પર હિન્દુસંમેલન સમિતિ શિહોરી મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. શિહોરી હાઈસ્કુલ થી હાઈવે પાટણ નાળા પાસે આવેલા શ્રી વાદળી ગૌ માતાના સ્ટેચ્યુ થી લઈ મેઈન બજાર ગરબી ચોક થઈ ગૌ માતાના મંદિર સુધી પગપાળા રેલી કાઢી “જયશ્રી રામ”,”જય જય શ્રીરામ”,”ભારત માતા કી જય”ના નારા લગાવતા સમગ્ર વાતાવરણ દેશપ્રેમની ભાવના સાથે ભક્તિમય બની ગયું હતું.દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં લેફ્ટર્ન કર્નલ ભારતીય સેના નીતિનભાઈ જોષી-સરિયદ,મુખ્યવક્તા રામભાઈ સોલંકી,ભારત ઉપવન ના એમએસ બ્રધર્સ મહેન્દ્રભાઈ જોષી અને સુરેશભાઈ જોષી, થરા માર્કેટ યાર્ડ ચેરમેન ઈશ્વરભાઈ પટેલ,બ. કાં. જિલ્લા ભાજપાપૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા,શિહોરી સરપંચ શાન્તુભા ડાભી,કાંકરેજ કર્મચારી મહા મંડળના પૂર્વ પ્રમુખ ગાંડાજી વાઘેલા,વહેપારી મંડળ શિહોરીના પ્રમુખ જયેશ ગૌસ્વામી,રણુભા ડાભી, પુનમસિહ ડાભી, મધુભાઈ જોષી સહીત વિશાળ સંખ્યામાં હિન્દુ ધર્મની જાહેર જનતાએ ભાગ લીધો હતો.હિન્દુ ધર્મની સંસ્ક્રુતિ અને સમાજમાં શિક્ષણ વધે અને પરિવર્તનના વિચારોને કેન્દ્ર માં રાખી હિન્દુ સમાજમાં જાગૃતિ લાવવા માટે નવીન ઉર્જા અને ચેતના પ્રદાન કરવા માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.લોક સાહિત્યકાર દીપક જોષી દ્વારા હિન્દુ ધર્મની સંસ્કૃતિ વિષે વૈદિક મંત્રોચાર દ્વારા વર્ણન કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!