વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામ ખાતે આજરોજ હર ઘર તિરંગા યાત્રા ગ્રામ પંચાયત ઉનાઇ ખાતેથી મેઈન બજાર રોડ થઈ ઉનાઇ માતા મંદિર થઇ સ્ટેશન રોડ થઇને ગ્રામ પંચાયત ઉનાઇ ખાતે પરત ફરી હતી. આ પ્રસંગે સ્થાનિક અધિકારીશ્રીઓ/પદાધિકારીશ્રીઓ, મામલતદારશ્રી વાંસદા, તાલુકાનો સ્ટાફ, પોલિસ, હોમગાર્ડ્સ ભાઇઓ, બહેનો, જી.આર.ડી.ભાઇઓ બહેનો, વિદ્યાકિરણ હાઇસ્કુલ, આચાર્યશ્રી, સ્ટાફ તથા વિદ્યાર્થીઓ, પ્રાથમિક સ્કુલ ઉનાઇના આચાર્યશ્રી, સ્ટાફ તથા વિદ્યાર્થીઓ, સરપંચશ્રી ઉનાઇ, પી.એચ.સી. ઉનાઇ સ્ટાફ, આંગણવાડી ઉનાઇ સ્ટાફ, ઉનાઇ માતાજી મંદિર સ્ટાફ અને ગ્રામજનો મળી આશરે ૮૦૦ જેટલા વ્યક્તિઓ દ્વારા ઉનાઇ ગામે ઉમળકાભેર હર ઘર તિરંગા યાત્રામા ભાગ લીધો હતો.