
તા.૨૮.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ અર્બન હોસ્પિટલ ખાતે વર્લ્ડ હિપેટાઇટિસ ડે અંતર્ગત અવરનેસ કેમ્પેઇન તથા વેક્શીનેશન કેમ્પ યોજાયો
આજરોજ તારીખ 28-07-2025 ના રોજ હેલ્થ ફાઉન્ડેશન & રિસર્ચ સેન્ટર ખાતે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવટ તેમજ DTHO ડૉ. આર. ડી. પહાડીયા તેમજ સંસ્થાના પ્રમુખ સંદીપભાઈ શેઠ તેમજ. પ્રોજેક્ટ ડાયરેક્ટર નીરેન શાહ ના માર્ગદર્શન હેઠળ ” વિશ્વ હિપેટાઇટીસ ડે ” ની ઉજવણી ના ભાગરૂપે આજરોજ અર્બન હોસ્પિટલ રળીયાતી ખાતે સંસ્થા નાં પ્રમુખ તેમજ હોસ્પિટલ સ્ટાફ હિપેટાઈટીસ B ના વેક્સીનેશન ના પહેલો અને બીજા ડોઝ માટે ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યાર બાદ દાહોદ DIC.ખાતે આવેલા HRGને પ્રોજેક્ટ મેનેજર શ્રી નિલેશભાઈ દ્વારા હિપેટાઈટીસ B રોગ વિશે માહિતી આપવામાં આવી હતી હિપેટાઇટિસ કઈ રીતે ફેલાય છે પ્રદુષિત પાણી અને ખોરાક અસુરક્ષિત લગાવવામાં આવેલ સોય સિરીંજ થી તપાસ વિનાનું સંક્રમિત લોહી ચઢાવવાથી માતા થી નવજાત શીશુને અસુરક્ષિત જાતીય સંબંધો રેઝર અને ટૂથબ્રશ અદલાબદલી ઉપરોકત લક્ષણો દ્વારા ફેલાય છે અને વેક્સીન વિશે માહિતી આપવામાં આવી હતી. વેક્સીન મુકાવવાના ફાયદા વિશે તેમજ તેનાથી થતી સામાન્ય સમસ્યાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી હિપેટાઇટીસ B પોઝીટીવ આવે તો તેની સારવાર ક્યાં અને કેવી રીતે મળે તેના વિશે માહિતી આપવામાં આવી હતી આ વેક્શીનેસન કેમ્પ માં મેડિકલ સ્ટાફ સેકન્ડ ડોઝ-૧૫ HRG પહેલો ડોઝ મુકવામાં આવ્યો -૨૦ આમ કુલ:-૩૫ લોકોનું વેક્સીનેશન અર્બન હોસ્પિટલના મેટ્રન દ્વારા વેક્સીનેશન કરવામાં આવ્યું હતું




