અંબાજી માં શરુ થયેલા ગૌરી વ્રતને લઇ અંબાજીના માનસરોવરમાં માનેશ્વર મહાદેવજીના મંદિરે બાલિકાઓની ભારે ભીડ જોવા મળી
6 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
કુંવારી કન્યાઓ માટે ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે આ વ્રત કુંવારી કન્યાઓ રાજસ્થાની શ્રાવણ માસના 5 દિવસ પહેલા શરુ થતા હોય છે આ પાંચ દિવસ ગૌરી વ્રતમાં બાલિકાઓ ભગવાન શિવ અને માતા પાર્વતીજી ને રીઝવવાના પ્રયાસ કરે છે આજથી શરુ થયેલા ગૌરી વ્રતને લઇ અંબાજીના માનસરોવરમાં માનેશ્વર મહાદેવજીના મંદિરે બાલિકાઓની ભારે ભીડ જોવા મળી હતી જોકે આ ગૌરી વ્રત બાલિકાઓ નાની ઉમરે થીજ વિધિ વિધાન સાથે ભગવાન શિવજી ની પૂજા અર્ચના કરી યુવાન વયે સદગુણી પતિ મળે ને સાથે પોતાના ઘર પરિવારમાં સુખશાંતિ પ્રાપ્ત થાય તે માટે આ પાંચ દિવસના મોળાકત (અલૂણાં)વ્રત કરે છે આ વ્રત બાલિકાઓ ખાસ કરીને સાત થી પંદર વર્ષ સુધિ બાલિકાઓ વ્રત શરુ કરે ત્યાર થી પાંચ વર્ષ સુધી આ પાંચ દિવસના ગૌરી વ્રત કરે છે સાથે શિવજી ની પૂજા અને પીપળે પીપળના પાનમાં દીવો મૂકી આરતી ઉતારે છે અને ત્યાર બાદ ગૌરી વ્રતની કથાનું પઠન કરે છે ને ફરી એક વાર મહાદેવજી ની પ્રતિમા સમક્ષ સૂર્ય ભગવાનને પાણી થી અરક આપી શિવજીને પગે લાગી વ્રત કરે છે જોકે હિન્દૂ સંસ્કૃતિ માં આ ગૌરી વ્રતનો ખાસ મહિમા છે શિવ પુરાણમાં લખ્યું છે તેમ હિમાલય પુત્રી દેવી પાર્વતી એ ભગવાન શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા ગૌરી વ્રત કર્યા હતા ને તે પરંપરાને આજની કુંવારી દીકરીઓ પણ સારા પતિ માટેની ઈચ્છા સાથે આ વ્રત કરે છે