ARAVALLIGUJARATMODASA

શામળાજી – અણસોલ ચેક પોસ્ટ પર પોલીસનો મોટો સપાટો : બે દિવસમાં 77.20 લાખના દારૂ સહિત ₹ 1.04 કરોડથી વધુનો  મુદામાલ ઝડપાયો ઝડપાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી – અણસોલ ચેક પોસ્ટ પર પોલીસનો મોટો સપાટો : બે દિવસમાં 77.20 લાખના દારૂ સહિત ₹ 1.04 કરોડથી વધુનો  મુદામાલ ઝડપાયો ઝડપાયો

અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી સામે શામળાજી પોલીસ અને અરવલ્લી એલસીબી (LCB) પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી અણસોલ ચેક પોસ્ટ ખાતે બે દિવસ દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસ દ્વારા અલગ-અલગ કાર્યવાહી દરમિયાન કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસે પ્રથમ કાર્યવાહીમાં ટાટા કંપનીની ટ્રકમાં પ્લાસ્ટિકની થેલીઓમાં લાકડાના ભુસાની આડમાં છુપાવી રાખેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન કુલ 13,416 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 41,08,080 હોવાનું જાણવા મળ્યું છે.બીજી કાર્યવાહીમાં અશોક લેલેન્ડ ટ્રકમાં ટાઇલ્સના માલ પાછળ ચાતુરાઈપૂર્વક છુપાવી રાખેલ 8,148 બોટલ વિદેશી દારૂ ઝડપાયો હતો. આ જથ્થાની કિંમત અંદાજે રૂ. 36,19,200 ગણવામાં આવી છે.બન્ને અલગ-અલગ કાર્યવાહી દરમિયાન પોલીસે બે ટ્રક સહિત કુલ રૂ. 1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ દ્વારા બંને ટ્રકમાંથી એક-એક આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ દ્વારા ચેક પોસ્ટો પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવતા આવી મોટી સફળતા મળી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. સમગ્ર મામલે દારૂ સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!