પાલનપુર નો જૈન પરિવાર મુંબઈમાં સ્થાયી બની મૂળ વતન પ્રત્યે સમાજસેવામાં અગ્રેસર

18 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
સેવાભાવી સંકલ્પ સાથે હ્રદયસ્પર્શી વિચારધારા
પોતે કમાઈ ને પોતે ખાવું એ પ્રકૃતિ છે.
અન્ય એ કમાયેલું ખાવું એ વિકૃતિ છે.
પરંતુ પોતે કમાઈને અન્યને ખવડાવવું એ સંસ્કૃતિ છે: જૈન પરિવારપાલનપુરના મૂળ વતની જીવનમાં અનેક ચડાવ ઉતાર સાથે પ્રગતિના પંથે આગળ વધી આ જૈન પરિવારના મોભી મુંબઈ ખાતે પોતાના વતન તરફના કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિ ની અનેક સમસ્યા રુપી તકલીફો દૂર કરવા સતત સહકાર આપીને પ્રયત્નશીલ રહ્યા છે. અને પોતાના વતન પ્રત્યેનો પ્રેમ ઉજાગર કરી રહ્યા છે.
પાલનપુર શહેરના જૈન સમાજ પરિવારના પોતાના બિઝનેસ અર્થે પરિવાર સાથે મુંબઈ સ્થાયી થયેલ છતાંય પોતાના વતન , સમાજ, જુના મિત્રો , જરૂરિયાત મંદ વ્યક્તિઓ , સેવારૂપી મદદરૂપ બનવાની પ્રેમ ભાવના તેમજ લાગણીશીલ સ્વભાવ, ઉદારતા, સાથે સામાજિક અને ધાર્મિક કાર્યોમાં સતત કાર્યશીલ રહીને લોકોના નાના-મોટા પ્રશ્નોનો હલ કરીને મદદરૂપ બની રહેવું તે પ્રકારની કાર્યશૈલી બનાવી છે. પાલનપુરના વતની અને મુંબઈ સ્થાયી થયેલ જૈન પરિવારના મોભી કિરીટભાઈ શાહ જેવો ઘણા વર્ષોથી હીરાના બિઝનેસ સાથે જોડાયેલા છે. તેઓની કર્મભૂમિમાં રહીને પોતાની જન્મભૂમિ વતન માટે સેવાયજ્ઞ નિ:સ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જરૂરિયાતમંદ અનેક પરિવારમાં જેવા કે વિધવા મહિલા , ગરીબો, પિતા વિહોણી દીકરીઓ , વૃદ્ધો માટે, અનાથ માટે , આરોગ્ય માટે, અભ્યાસ માટે, નાની મોટી સેવા કરે છે. ઠંડીની સિઝનમાં ભિક્ષુક ગરીબો માટે ધાબળા વિતરણ , દીકરીઓના મેરેજ માટે કરિયાવર તરીકે વાસણો, કપડા, તિજોરી, સાડીઓ, તેમજ અબોલ પશુ- પક્ષીઓને દાણા-ઘાસચારો આપીને સેવા યજ્ઞનું ભગીરથ કાર્ય કરીને લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. અર્જિત કરેલી સદ સંપત્તિને સેવાભાવ સાથે જીવન જરૂરિયાત વ્યક્તિઓના જીવનમાં નવા રંગો પુરવા માટે ઉપયોગી બની પ્રજાવલિત થયેલા સેવાયજ્ઞ થકી સેવાનું કાર્ય જૈન પરિવારની આગવી સંસ્કૃતિ રહી છે. કિરીટભાઈ શાહના જણાવ્યા મુજબ અનેક પરિવારની પીડા અને લાચારી મેં જોઈ છે એટલે મારાથી થાય છે એ હું કરું છું. પોતાના વતન પ્રત્યેનો અનોખો પ્રેમ જરૂરિયાતમંદ વ્યક્તિઓના સેવાનું કાર્ય કરી રહ્યા છે. તે બદલ અનેક પરિવારના સભ્યો આ ઈશ્વરીય કાર્ય બદલ તેઓને આશીર્વાદ પાઠવ્યા હતા.




