ગીર ગઢડા ના દ્રોણેશ્વર ખાતે ભાદરવી અગિયારસ ના દિવસે જળજીલની અગિયારસ નો મેળો ભરાયો જેમાં સંતો મહંતો સાથે વિશાળ સંખ્યા માં લોકો જોડાયા હતા
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
તા.૧૫
ગીર ગઢડા ના દ્રોણેશ્વર ખાતે ભાદરવી અગિયારસ ના દિવસે જળજીલની અગિયારસ નો મેળો ભરાયો જેમાં સંતો મહંતો સાથે વિશાળ સંખ્યા માં લોકો જોડાયા હતા
ગીર રગઢડા ના દ્રોણેશ્વર ખાતે સ્વામી નારાયણ ગુરુકુલ દ્વારા જળજીલની ઉત્સવ ઉજવાયો હતો
જેમાં ગીર ગઢડા પંથક ના હજારો લોકો આ ઉત્સવ માં જોડાયા હતા ગીર ગઢડા તાલુકા નું દ્રોણેશ્વર મહાદેવ નું મંદિર નું અનેરું મહત્વ છે મહાભારત કાળ થી આ જગ્યા નું પુરાણો માં પણ ઉલ્લેખ કરાયો છે ગુરુ દ્રોણ દ્વારા કહેવાય છે કે અહીં શિવ લિંગ નું સ્થાપન કરાયું હતું અને આજે પણ દુકાળ હોય તો પણ શિવ લિંગ માંથી અવિરત જલધારા વહે છે આ જગ્યા પર સ્વામી નારાયણ સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષ થી જળજીલની નો ઉત્સવ ઉજવાય છે જેમાં શ્રીજી ભગવાન ને મચ્છુન્દ્રી નદી ના પટ માં હોડી દ્વારા જળ જિલવામાં આવે છે અને દર વર્ષે સારો વરસાદ વરસે એવી પ્રાર્થના કરાય છે સાથે આ ઉત્સવ માં અમરેલી જિલ્લો પણ સામેલ થાય છે 8 દિવસ અગાઉ થી અમરેલી જિલ્લા ના ગામો માં શ્રીજી ભગવાન ને લઈ જવાય છે અને આજ રોજ દ્રોણ ખાતે લવાય છે ઉલ્લેખનીય છે કે દ્રોણ ખાતે સ્વામિનારાયણ ગુરુકુલ તેમજ કષ્ટભંજન હનુમાનજી નું મંદિર સહિત અનેક વિકાસ કામો થયા છે અને આ સ્થળ મચ્છુન્દ્રી નદી પાસે હોય અને ત્યાં મોટો કોઝવે ડેમ ના કારણે પર્યટન સ્થળ તરીકે લોકપ્રિય બની રહ્યું છે