
તા.૨૭.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ના સંયુક્ત ઉપક્રમે મેનેજર્સ ઓફિસર મેનેજમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ ધી દાહોદ સહયોગ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ના સભાખંડમાં યોજવામાં આવ્યો
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન લિમિટેડ અમદાવાદ ધી દાહોદ જિલ્લા કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન લી દાહોદ ના સંયુક્ત ઉપક્રમે મેનેજર્સ ઓફિસર મેનેજમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ ધી દાહોદ સહયોગ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ના સભાખંડમાં યોજવામાં આવ્યો હતો આ ટ્રેનિંગ પ્રોગ્રામના અધ્યક્ષ તથા ઉદ્ઘાટક દાહોદ જિલ્લા ક્રેડિટ સોસાયટી ફેડરેશનના ચેરમેન ગોપાલભાઈ ધાનકા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના રજુ કરવામાં આવી હતી ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત સહયોગ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટર સાબિર શેખએ કર્યું હતું પ્રોગ્રામ ની માહિતી રાજ્ય ફેડરેશન ના માનદ્ મંત્રી હર્ષદભાઈ એમ શાહ આપી હતી પ્રસંગને અનુરૂપ પ્રવચનો દાહોદ જિલ્લા ફેડરેશનના વાઈસ ચેરમેન સરતન ભાઈ ચૌહાણ દાહોદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન કલ સિંગભાઈ મેડા પંચમહાલ ફેડરેશનના પ્રતિનિધિ રમેશભાઈ ભોઈ એ આપ્યું હતું ક્રેડિટ સોસાયટીઓ માટે વીમા વિશે ની વિસ્તૃત જાણકારી કેયુરભાઈએ આપી હતી કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્ઘાટક ગોપાલભાઈ ધાનકાએ આવા સેમિનારો અવારનવાર યોજાતા રહેશે અને ક્રેડિટ સોસાયટીઓને પડતી મુશ્કેલીઓ ને કેવી રીતે સમાધાન અને ક્રેડિટ સોસાયટીઓનો વિકાસ કઈ રીતે કરી શકાય તે અંગે ની વિસ્તૃત માહિતી પણ આપી હતી અને સોસાયટીઓ પગભર થાય તે અંગે ની માહિતી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાબીર શેખ તથા આભાર વિધિ સહયોગ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના મેનેજર દિવ્યાંગભાઈ ભટ્ટે કરી હતી આ પ્રસંગે દાહોદ ક્રેડિટ સોસાયટી ફેડરેશન ના એજ્યુકેટીવ ઓફિસર યોગેન્દ્રભાઈ પાઠક જિલ્લાની ક્રેડિટ સોસાયટીઓના મેનેજર તથા ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા




