GUJARATHALOLPANCHMAHAL
હાલોલ:રોટરી ક્લબ ઓફ હાલોલ અને ITM યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે કલરવ સ્કૂલમાં વર્લ્ડ એઈડ્ઝ દિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૧૨.૨૦૨૪
તારીખ 1 ડિસેમ્બરને વર્લ્ડ એઈડ્ઝ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે. ત્યારે તે અંગેની વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે રોટરી ક્લબ ઓફ હાલોલ અને ITM યુનિવર્સિટી ઓફ નર્સિંગ કોલેજના સંયુક્ત ઉપક્રમે કલરવ સ્કૂલમાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ITM ના વાઈસ પ્રિન્સિપાલ કવિથામેડમ અને તેમના સહયોગી રિધ્ધીમેડમ તેમજ નર્સિંગ ટ્યુટર અવનીમેડમ ઉપસ્થિત રહ્યા હતા અને રોટરી ક્લબના પ્રમુખ હાર્દિકભાઈ, સેક્રેટરી વૈભવભાઈ તથા ઇમિજીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રદીપભાઈ પણ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં ITM યુનિવર્સિટી માંથી 50 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને તેમને એઈડ્ઝ નિમિત્તે વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે એક નાટક રજૂ કર્યો હતો તેમજ એઈડ્ઝ જાગૃતિ વિશે પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું.









