વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
માર્ગ સલામતી માસ – ૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર ડાંગ આહવા દ્વારા આર.ટી.ઓ કચેરી વઘઇના માર્ગદર્શન હેઠળ આહવા ખાતે વાહન ચાલકોને માર્ગ સલામતી વિશે જાણકારી આપી ટ્રાફિક નિયમન વિશે માહિતગાર કર્યા હતાં.
આ સાથે જ ગુડ સમરિટન સ્કીમ તેમજ હિટ એન્ડ રન સ્કીમ વિષય પર વાહન ચાલકોને વિસ્તાર પૂર્વક જાણકારી આપી, માર્ગ સલામતી ના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવાય તે માટે આર. ટી. ઓ કચેરી તેમજ પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને ટ્રાફિક નિયમનનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.