GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO
Jasdan: ચોમાસાની ઋતુમાં બીમારીઓ અટકાવવા જસદણ નગરપાલિકાએ સફાઈ ઝુંબેશ ચલાવી

તા.૧/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: ચોમાસાની ઋતુ દરમિયાન વાહકજન્ય રોગ થતા અટકાવવા અને બીમારીથી બચવા રાજ્યમાં ઠેર-ઠેર સફાઈ ઝુંબેશ, દવાના છંટકાવ સહિતની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. જે અન્વયે જસદણ નગરપાલિકા દ્વારા “સફાઈ અપનાવો, બીમારી ભગાવો” અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં આવેલા કચરા કલેકશન પોઈન્ટની સફાઈ કરવામાં આવી હતી. ઉપરાંત, નગરપાલિકા દ્વારા ઠેર-ઠેર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.





