NATIONAL

પશ્ચિમ બંગાળમાં બળાત્કારીને ફાંસી આપવાનું બિલ રાજ્યપાલે અટકાવ્યું

પશ્ચિમ બંગાળમાં આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર પર રેપ અને હત્યા બાદ થયેલા વિરોધો વચ્ચે મમતા સરકારે અપરાજિતા બિલ વિધાનસભામાં રજૂ કર્યું હતું. અને સર્વાનુમતે પસાર કરીને રાજ્યપાલને મોકલ્યું હતું પરંતુ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આનંદ બોસે કહ્યું કે, મમતા સરકારના લીધે જ કારણે અપરાજિતા બિલ હજુ પેન્ડિંગ છે. મમતા સરકારે બિલની સાથે ટેક્નિકલ રિપોર્ટ મોકલ્યો નથી. ટેક્નિકલ રિપોર્ટ વિના અપરાજિતા બિલને મંજૂરી આપી શકાય નહીં.

રાજભવન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ આનંદ બોસ મમતા સરકારના આ વલણથી ખુશ નથી. મમતા સરકારે મહિલાઓને લગતા આ બિલને લઈને કોઈ તૈયારી કરી નથી. મમતા સરકાર ભૂતકાળમાં પણ આવું કરતી રહી છે. અગાઉ પણ પશ્ચિમ બંગાળ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ઘણા બિલોના ટેક્નિકલ રિપોર્ટ રાજભવનને મોકલ્યા નહોતા. જેને પગલે આ બિલો પેન્ડિંગ થયા હતા. પાછળથી મમતા સરકારે આ માટે રાજભવનને જવાબદાર ઠેરવ્યું.

Back to top button
error: Content is protected !!