BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

જ્યોતિષ આચાર્ય બની લોકો સાથે કરોડોની છેતરપીંડી કરનાર જયપુર થી ઝડપાયો..

સમીર પટેલ, ભરૂચ

બાર ચેક નાખી રું.54 લાખ ઉપાડી ઠગાઈ કરનાર ની તપાસ માં જ્યોતિષ આચાર્ય ને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ..

જ્યોતિષ આચાર્ય બની કરોડો રૂપિયા પડાવતા એક આરોપીને ભરુચ એ ડિવિઝન પોલીસે રાજસ્થાનના જયપુર ખાતેથી ઝડપી પાડયો છે.

ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ મથક ખાતે સાતમી જાન્યુઆરીના રોજ એક ફરિયાદ નોંધાઈ હતી.જેમાં દહેજની વિવિધ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટ ચલાવતા ભરુચ ના રવીન્દ્ર ભટ્ટે એપન્ડિક્ષ ના ઓપરેશન બાદ વ્યવસાય બંધ કર્યો હતો જોકે તે દરમ્યાન પહેલા તેને સહી કરેલ આપેલ બાર ચેક થી તેનુ એકાઉન્ટન્ટનું કામ કરતા લલીત પટેલે નવેમ્બર 2024 થી ડિસેમ્બર 2024 સુધીમાં રૂપિયા 54 લાખ ઉપાડી લીધાં હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે એ ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર વી.યુ.ગડરીયા દ્વારા આરોપી લલીત રમણભાઇ પટેલને પકડી લઇ પુછપરછ કરતા જણાઈ આવેલ કે,આ નાણા બેંકમાંથી થોડા-થોડા ઉપાડી લઈ જયપુર – રાજસ્થાન ખાતે રહેતા તરુણ આચાર્યને આંગડીયા તથા બેંક એકાઉન્ટ મારફતે આશરે સાડા ચારેક કરોડ રૂપિયા છેલ્લા બે વર્ષમાં આપેલ છે. જેથી આરોપીને શોધી કાઢવા માટે પોલીસ ઇન્સપેક્ટર વી.યુ.ગડરીયા દ્વારા એક ટીમ જયપુર રાજસ્થાન ખાતે મોકલવામાં આવેલ.જ્યાંથી 35 વર્ષીય આરોપી તરુણ ઉર્ફે તરુણ આચાર્ય ઉર્ફે ટારઝન શર્મા રહેવાસી , પ્લોટ નં.૧૨૦ સુરજનગર સોસાયટી,,જયપુર, રાજસ્થાન ખાતેથી અટકાયત કરી ભરુચ ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.પોલીસ તપાસ માં તરુણ આચાર્ય ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, વોટ્સએપ જેવી સોશિયલ મિડીયા એપ્લિકેશન તેમજ ન્યુઝ પેપરના માધ્યમથી પોતે હિંદુ નામ એસ્ટ્રોજર તરુણ આચાર્ય તથા મુસ્લિમ નામ મોલવી સુલ્તાન ચીસ્તી તરીકે આપી ભારતના ઘણા રાજ્ય તથા વિદેશમાં વસતા ઘણા લોકો સાથે ઓનલાઇન એપ્લીકેશન દ્વારા વિવિધ પારિવારીક સમસ્યા ના નિવારણ ની ખાતરી આપી કરોડો રૂપિયા પોતાના તથા સબંધીઓના બેંક એકાઉન્ટ તથા આંગડીયા મારફતે ટ્રાન્સફર કરાવી પૈસા પડાવી લેતો હોવાનું ખુલ્યું છે..ત્યારે પોલીસ તપાસ માં હજુ કેટલાયે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તે બહાર આવે તેવી શક્યતા વર્તાઇ રહી છે.

Back to top button
error: Content is protected !!