GUJARATJUNAGADHMALIYA HATINA
માળીયાહાટીના તાલુકામાં એનએફએસએના લાભાર્થીઓ માટે આયુષ્માન કાર્ડ કાઢવા માટે નો કેમ્પ યોજાયો
માળીયાહાટીના તાલુકામાં એનએફએસએના લાભાર્થીઓ માટે આયુષ્માન કાર્ડ કાઢવા માટે નો કેમ્પ યોજાયો
માળીયાહાટીના તાલુકામાં એનએફએસએના લાભાર્થીઓ માટે આયુષ્માન કાર્ડ કાઢવા માટે નો કેમ્પ યોજાયો હતો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જૂનાગઢ ની સુચના અન્વયે સરકારશ્રીની આરોગ્યની સૌથી મોટી યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ કાઢવા માટેની કામગીરી માટે માળિયા તાલુકામાં NFSA લાભાર્થીઓ માટે વિવિધ ગામોમાં આરોગ્ય સ્ટાફ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ તાલુકાના તમામ ગામોમાં આરોગ્ય કર્મચારીઓ એમ.પી.એચ.ડબલ્યુ, સી.એચ.ઓ, એફ.એચ.ડબલ્યુ દ્વારા તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસરની દેખરેખ હેઠળ કામગીરી આ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ દ્વાફા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવશે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ