ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ તાલુકાના વન કવચ શણગાલ મુકામે તાલુકા પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને ‘કિસાન શિબિર’ યોજાઈ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકાના વન કવચ શણગાલ મુકામે તાલુકા પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને ‘કિસાન શિબિર’ યોજાઈ

તાલુકાના શણગાલ મુકામે આવેલ વન કવચ ખાતે આજ રોજ તા. ૧૪-૦૨-૨૦૨૬ ના રોજ ખેડૂતોને માર્ગદર્શન આપવા અને પર્યાવરણ જાળવણીના હેતુથી એક વિશેષ ‘કિસાન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મેઘરજ તાલુકા પંચાયત પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ શિબિરમાં ગ્રામ પંચાયતના સરપંચ, DSC (Development Support Centre) ના અધિકારી, ગામના અગ્રણીઓ, વન વિભાગના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાકૃતિક ખેતી અને વન સંવર્ધન પર ભાર:

કાર્યક્રમ દરમિયાન DSC ના અધિકારી દ્વારા ઉપસ્થિત ખેડૂતોને વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમણે જમીનની ફળદ્રુપતા જાળવવા અને રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. સાથે જ ખેતીમાં વૃક્ષોનું મહત્વ અને તેનાથી થતા આર્થિક ફાયદાઓ વિશે પણ વિસ્તૃત સમજ આપી હતી.

સરકારી યોજનાઓની જાણકારી:

વન વિભાગના કર્મચારીઓ દ્વારા વિભાગની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અને વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ વિશે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તકે વન વિભાગમાં પાયાની અને નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવતા રોજમદાર ભાઈઓને સત્તાવાર રીતે નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.તાલુકા પ્રમુખ એ ખેડૂતોના ઉત્સાહને બિરદાવતા જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો દ્વારા છેવાડાના ખેડૂત સુધી ખેતીની નવી ટેકનોલોજી અને સરકારી યોજનાઓની માહિતી પહોંચે તે જરૂરી છે. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામ ખેડૂતો અને આગેવાનોએ વન કવચની મુલાકાત લીધી હતી. સમગ્ર કાર્યક્રમ નું આયોજન નાયબ વન સંરક્ષક , મદદનીશ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ, સાબરકાંઠા હિંમતનગર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવાના આવ્યું હતું. આયોજન એમ. જે. દોમડા, RFO SF મેઘરજ દ્વારા કરાવવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!