ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ આંકલાવ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન મહાપંચાયત યોજાય

આણંદ આંકલાવ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન મહાપંચાયત યોજાય

 

તાહિર મેમણ – આણંદ – ખેડૂતો સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અને ખેડૂતોની દેવા માફી સહિત 10 અલગ અલગ માંગોને મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કહાનવાડી, આંબલી ચોકડી ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, વડોદરા શહેર પ્રમુખ અને ઇસ્ટ ઝોન પ્રભારી અશોક ઓઝા, વડોદરા લોકસભા ઇન્ચાર્જ વીરેન રામી, આણંદ લોકસભા પ્રભારી અમરીશ પટેલ અને આણંદ જિલ્લા પ્રમુખ વિજય બારૈયા ઉપસ્થિત રહ્યા હતા. આ ખેડૂત મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ, યુવાઓ, વૃદ્ધો ઉમટી પડ્યા હતા.

 

 

ડેડીયાપાડાના ધારાસભ્ય અને લોકપ્રિય આદિવાસી નેતા ચૈતર વસાવાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો સમક્ષ કિસાન મહાપંચાયતમાં પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, આ દેશ કૃષિપ્રધાન દેશ છે અને આ દેશ ખેડૂતોનો દેશ છે, આ દેશ કોઈ ભાજપના નેતાઓનો દેશ નથી. ખેડૂતો દિવસ રાત મહેનત કરીને, દેવું કરીને, જોખમ ઉઠાવીને જ્યારે પોતાનો પાક ઉગાડે છે અને બજારમાં લઈ જાય છે ત્યારે બજારમાં એ પાકનો ભાવ નક્કી કરવાનો અધિકાર પણ ખેડૂતો પાસે હોતો નથી. માટે હું ઉદ્યોગપતિઓની સરકારને કહેવા માગું છું કે 2027ની ચૂંટણીમાં જગતના તાત એવા ખેડૂતો ભાજપની સરકારને ઉખાડીને ફેંકી દેશે. સંસદમાં આંકડા આપવામાં આવ્યા હતા કે ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડના દેવા માફ કરવામાં આવ્યા હતા પરંતુ જ્યારે ખેડૂતોના બે-બે લાખની લોનની વાત આવે તો ખેડૂતોની જમીન જપ્ત કરવામાં આવે, ખેડૂતોના મકાન જપ્ત કરવામાં આવે છે ત્યારે આપણે તમામ લોકોએ સમજી જવું જોઈએ કે આ આપણા લોકોની સરકાર નથી પરંતુ આ અદાણી અંબાણીની સરકાર છે. આ દેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બનાવેલા બંધારણથી ચાલવો જોઈએ, આદિવાસી સમાજના આગેવાન જયપાલસિંહ મુંડાના આદિવાસીઓ દ્વારા કરવામાં આવેલા પ્રબન્ધન પ્રમાણે ચાલવો જોઈએ. પરંતુ 30 વર્ષના ભાજપના શાસનમાં આદિવાસીઓને આપવામાં આવેલા સંવિધાનિક અધિકારોનો અમલ થયો નથી. ગુજરાતમાં અનુસૂચિ પાંચ આજ દિન સુધી લાગુ કરવામાં આવી નથી. જો આવનારા દિવસોમાં ભાજપની સરકાર અંબાજીથી ઉમરગામ સુધી અનુસૂચિ પાંચ લાગુ નહીં કરે તો એનો બદલો 2027ની વિધાનસભાની ચૂંટણીમાં લેવામાં આવશે.

Back to top button
error: Content is protected !!