BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચના તવરામાં કન્સ્ટ્રક્શન સાઈટ પર કામગીરી દરમિયાન એક શ્રમિક પટકાયો, જાળીમાં લટકી જતા કામદારોએ બચાવ્યો

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના તવરા રોડ પર આવેલી એક કન્સ્ટ્રક્શન સાઈટ પર ચાલી રહેલા બાંધકામ દરમિયાન એક શ્રમિક બિલ્ડિંગ પરથી પડ્યો હતો. જોકે, સદનસીબે તે ત્યાં લગાવેલી જાળીમાં અટકી જતા તેનો જીવ બચ્યો હતો. તેની સાથે કામગીરી કરતા લોકોએ તેને બચાવી લીધો હતો.
ભરૂચના તવરા માર્ગ પર અનેક હાઈરાઈઝ બિલ્ડીગોની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે સોમવારના રોજ એક કન્સ્ટ્રક્શન સાઈટ પર બાંધકામ દરમિયાન સેફટી વિના કામ કરી રહેલો શ્રમિક અચાનક બિલ્ડીંગ પરથી નીચે પડ્યો હતો. પરતું સદનસીબે નીચે તેઓ દ્વારા જાળી બાંધેલી હોય તેમાં પકડાઈ ગયો હતો. આ સમયે તેની સાથે કામગીરી કરી રહેલા સ્થાનિક લોકોએ દોડી આવી સલામત રીતે શ્રમિકને બહાર કાઢ્યો હતો. શ્રમિક બહાર નીકળતા જ લોકોના જીવમાં જીવ આવ્યો હતો. ત્યારે આવા મોટા કન્સ્ટ્રક્શન સાઈટો પર સેફટી વિના કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો બિલ્ડરો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરે તેવી લોકમાગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!