AHAVADANGGUJARAT

સરકારશ્રી દ્વારા લોન સહિત સબસિડી મળતા દરજી કામના વ્યવસાયને વિકસાવવા ખુબજ મોટી મદદ મળી છે: લાભર્થી અપસાનાબેન પટેલ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલાઓને આર્થીક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનનો અંતર્ગત  લોન તથા સબસિડી મળતા આહવાના આપસાનાબેન પટેલ આર્થિક રીતે પગભર બનતા સરકારશ્રીનો આભાર માની રહ્યા છે. અપસનાબેન પટેલ આહવા ગામના રાણી ફાળિયામાં પોતાની દીકરી સાથે રહે છે. તેમના પતિ મજૂરી કામ કરી તેમનું ભરણ પોષણ કરતા હતા. કોઈ દિવસ મજૂરી મળે કે ન પણ મળે તેથી તેમની આર્થિક સ્થિતિ નબળી હતી. તેઓ પોતાની દીકરીના ભવિષ્ય માટે તથા રોજી રોટી માટે સ્કૂલમાં ફૂલ છોડને પાણી છાંટી અને ઘરે દરજી કામ કરીને પોતાનું જીવન વિતાવતા હતા. અગાઉ દરજી કામ શરૂ કરવા તથા માલ સમાન લાવવા માટે અપસનાબેને ખાનગી બેંકમા લોન લેવાનું વિચારતા હતા. પરંતુ તેમાં ખુબ ઉચાં દરે વ્યાજ ભરવું પડે. આ દરમિયાન મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મળતી લોન વિશે તેમને જાણ થતાં તેમણે લોન મેળવવા માટે અરજી કરી હતી. એક મહિના પહેલા યોજના અંતર્ગત ૬૮ હજાર રૂપિયાની લોન અને લોનના ૩૫% લેખે સબસિડી મળતા તેમને વ્યાવસાયમાં ખુબ ફાયદો થયો. આટલી મોટી આર્થિક સહાય મળતા તેઓના આનંદ નો પાર ન રહ્યો. સરકારશ્રીનો આભાર માનતા અપસાનાબેન જણાવે છે કે આ યોજના અંતર્ગત મળેલ તમામ રકમ પોતાના દરજી કામ માટે જ ખર્ચ કરી છે. સબસિડી સાથે આ લોન મળતા ખુબજ મોટી રાહત થઈ છે. મહિલાઓને પગભર કરવા માટે આવી યોજનાઓ ખુબજ જરૂરી છે. વધુમાં લાભાર્થી અપસાનાબેન જણાવે છે કે આ યોજના અંતર્ગત લાભ મળતા તેઓ પોતાના પરિવાર માટે કમાણીમાં ખુબજ મોટું યોગદાન આપી રહ્યા છે. દરજી કામના ધંધાને વિકાસાવવામાં ખુબ મોટી મદદ મળી છે.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના જણાવ્યા અનુસાર જિલ્લામાં આવી કુલ ૪ મહિલાઓને આ યોજનાનો લાભ મળ્યો છે. આ યોજના અંતર્ગત મળેલ લોન અને સબસિડી થકી મહિલાઓએ અનાજ કરિયાણાની દુકાન, બ્યુટી પાર્લર, બામ્બુ અર્ટિકલ, સિલાઈ કામની દુકાન અને અન્ય નાના મોટા વેપારને વિકસાવીને સ્વરોજગારીનો માર્ગ અપનાવ્યો છે. મહિલા સ્વાવલંબન યોજના થકી અપસાનાબેન જેવી એવી અનેક મહિલાઓ સ્વરોજગાર મેળવીને સ્વાવલંબી બની છે. આજે રાજ્યની મહિલાઓ સરકારશ્રીની યોજનાનો લાભ લઈ સશક્ત બની પરીવારના ગુજરાન માટે આર્થિક ઉપાર્જનની પ્રવુતિઓ કરતી થઈ છે.

Back to top button
error: Content is protected !!