
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજની શ્રીજી બાપા નર્સિંગ કોલેજમાં લેમ્પ લાઈટ અને ઓથ સેરેમની કાર્યક્રમ યોજાયો
અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે શ્રીજી બાપા ટ્રસ્ટ સંચાલિત શ્રીજી બાપા નર્સિંગ કોલેજમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવનાર નર્સિંગ કોર્ષના નવા વિદ્યાર્થીઓ માટે લેમ્પ લાઈટ એન્ડ ઓથ સેરેમની કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા પ્રમુખ ભીખાભાઈ ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી રાકેશભાઈ પટેલ, મેઘરજ મામલતદાર વિપુલભાઈ ખરાડી, હિંમતનગર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ પુષ્પાબેન પરમાર, TNAI ગુજરાત પ્રતિનિધિ જ્યોત્સનાબેન ચૌધરી, સંસ્થાના સંચાલક મહેશભાઈ પટેલ, પ્રિન્સિપાલ સુનિલ પાટીદાર, મેઘરજ તાલુકા મહામંત્રી સંજયભાઈ ચૌધરી, રજનીશભાઈ પટેલ, પંક્તિ નર્સિંગ કોલેજના સંચાલક વિજયભાઈ શર્મા, અર્બુદા નર્સિંગ કોલેજ સાલાવાડાના ડાયરેક્ટર જગદીશભાઈ પટેલ તેમજ સંસ્થાના સેક્રેટરી નિલમબેન પટેલ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું.લેમ્પ લાઈટ સેરેમની દરમિયાન નર્સિંગ ક્ષેત્રમાં સેવા, કરુણા અને સમર્પણના મૂલ્યોને અનુસરવાની શપથવિધિ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ માનવસેવાને જીવનધર્મ તરીકે સ્વીકારવાની પ્રતિજ્ઞા લીધી હતી.મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે નર્સિંગ ક્ષેત્ર માત્ર વ્યવસાય નહીં પરંતુ માનવતા અને સેવા ભાવનાનો શ્રેષ્ઠ માર્ગ છે. સાથે જ વિદ્યાર્થીઓને સમર્પણ, શિસ્ત અને સેવાભાવ સાથે કાર્ય કરી આરોગ્ય ક્ષેત્રમાં ઉત્તમ યોગદાન આપવા પ્રેરણા આપવામાં આવી હતી.કાર્યક્રમ અંતે તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો હતો.





