BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં મહિલા કોલેજ સંકુલના નિર્માણ માટે ભૂમિ પૂજન સમારોહ યોજાયો

1 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

સોળગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય મહિલા કોલેજનું નિર્માણ સ્વામી દયાનંદે લખ્યું છે કે, એક પુરુષ શિક્ષિત અને સુસંસ્કૃત હોય તો માત્ર તે એકલો જ ઉપયોગી બને છે પરંતુ, એક સ્ત્રી શિક્ષિત, સમજદાર અને સુયોગ્ય હોય તો સમગ્ર કુટુંબને સુદ્ઢ બનાવે છે. આમ આજના યુગમાં દીકરીઓની કેળવણીનું અનેરુ મહત્વ છે. જો દીકરીઓને ઉચ્ચ કેળવણી આપવામાં આવે તો વધુ સમજદાર પુત્રીઓ, પત્નીઓ અને વધુ સુશીલ માતાઓ મળી શકે તેમ છે. આવા ઉમદા હેતુ સાથે સમગ્ર બનાસકાંઠાની દીકરીઓને પાલનપુર બેઠા ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવા શુભાશય સાથે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા સૌપ્રથમવાર કન્યા કેળવણી રથનું આયોજન કરવામાં આવ્યું હતું.શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ અને દીર્ઘદ્રષ્ટા રમેશભાઇ પટેલ સહિત તમામ ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ દીકરીઓને ભણાવવાની નેમ લઈને એમની ચિંતા આ લેઉવા પાટીદાર સમાજે કરી શુભ વિચારો સાથે સમાજ દ્વારા માં ખોડલના કન્યા કેળવણી રથનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વસ્તિક મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ,પાલનપુર ખાતે ૫૩૨ કરતા વધુ દીકરીઓ સ્નાતક કક્ષાનો અભ્યાસ કરી રહી છે ત્યારે મા ખોડલની અસીમ કૃપાથી આ દીકરીઓને સલામતી સાથેનું સંસ્કારયુક્ત શિક્ષણ મળી રહે એવા દિવ્ય સંકલ્પ સાથે એમના માટે નવીન કોલેજનું ભવ્ય વિશાળ સંકુલ તૈયાર થાય એવા આશય સાથે એક કન્યા કેળવણી રથ દ્વારા લેઉવા પાટીદાર સમાજના ૧૬ ગામોમાં ૧૬ દિવસ ભ્રમણ કરી રૂ.૧૨ કરોડ જેટલી એકમનું માતબર દાન એકત્ર કરવામાં આવ્યું હતું.સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રાંગણમાં નવનિર્માણ પામનાર સ્વસ્તિક મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજનો ભૂમિ પૂજન સમારોહ ગુરુવારે યોજાયો હતો. આ ભૂમિનું યજમાનોની ઉપસ્થિતિમાં પૂજન- અર્ચન કરી સમાજના શ્રેષ્ઠીઓનાં વરદહસ્તે પાયાની ઈંટો મૂકવામાં આવી હતી. આ પ્રસંગે સોળગામ લેઉવા પટેલ સમાજના દાનવીર ભામાશાઓ અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો, વડીલો, ટ્રસ્ટીઓ સહ પરિવાર 4000 હજાર થી વધુ સોળ ગામ લેઉવા પાટીદાર સમાજ ના લોકો હાજર રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ ના પ્રમુખ રમેશભાઇ પટેલ (RM) અને તમામ ટ્રસ્ટીગણનાં માર્ગદર્શન હેઠળ તમામ વિભાગના આચાર્ય અને સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલનાં સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે પ્રમુખ રમેશભાઈ પટેલ દ્વારા સૌ દાતાઓ અને મંડળના હોદ્દેદારો તેમજ લેઉવા પાટીદાર સમાજના લોકોનો આભાર માની સમાજના કોઈપણ કાર્ય માટે આ પ્રકારે સહયોગ આપવાનો અનુરોધ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!