વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના જામલાપાડા ગામમાં 22મી માર્ચ 2025નાં રોજ ડૉ. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ અને અક્ષય કૃષિ પરિવાર દ્વારા સંયુક્ત રીતે ભૂમિ સુપોષણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમ ડૉ. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ પ્રકૃતિ ગ્રામ વિકાસ મંડળના સહયોગથી યોજાયો હતો.આ કાર્યક્રમની અધ્યક્ષતા ટ્રસ્ટના અધ્યક્ષ તુલસીભાઈ માવાણીએ કરી હતી, જ્યારે સુરતના ઉદ્યોગપતિ કિરીટભાઈ સોનાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમની શરૂઆત સંજીતા બહેનના પ્રકૃતિ ગીતથી થઈ હતી.અહી પ્રકલ્પ નિર્દેશક નરેન્દ્રસિંહ રહેવરે પર્યાવરણ સંરક્ષણ અને માટીની ફળદ્રુપતા જાળવવા પર ભાર મૂક્યો હતો. તુલસીભાઈ માવાણીએ ડાંગ જિલ્લાના 311 ગામોમાં ભૂમિ સુપોષણ અભિયાન પહોંચાડવાનું આહ્વાન કર્યું હતુ.આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ખેતરની માટીનું પૂજન, વૃક્ષ પૂજન, બીજ પૂજન અને જળ પૂજન કરીને ભૂમિ સુપોષણ માટે સંકલ્પ લીધો હતો.આ કાર્યક્રમનું સંચાલન સંજીતા બહેન અને ગીરીશભાઈએ કર્યું હતું.અને ધરતી માતાની આરતી સાથે કાર્યક્રમનું સમાપન થયુ હતુ..
ફોર્મ નં. 7ના દુરુપયોગથી લોકશાહી પર હુમલો: આમ આદમી પાર્ટી: અજીત લોખીલ
ભાવનગરમાં ચાલી રહેલી SIT ની તપાસમાં એક મોટો વળાંક આવ્યો
પ્રજા હિતના અધિકારી એટલે H.T.Makwana @h_t_makwana_dy_collector
Follow Us