વિસાવદર તાલુકાનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪ ડિસેમ્બરના યોજાશે મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અને તાલુકા કક્ષાના પ્રશ્નોના ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી ન જવું પડે તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિસાવદર તાલુકા માટે તા.૨૪/૧૨/૨૦૨૪ના સવારે ૧૧ કલાકે મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસટ્રેટ કચેરી, તાલુકા સેવા સદન, વિસાવદર ખાતે યોજાશે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ