ભરૂચ: માંચ ખાતે ખ્વાઝા ગરીબ નવાઝની છ્ઠ્ઠી શરીફની સાનદાર ઉજવણી કરવામાં આવી, મોટી સંખ્યામાં અકીડતમંદોએ હાજરી આપીને ધન્યતા અનુભવી..


સમીર પટેલ, ભરૂચ
અજમેરના સુફી સંત ખ્વાઝા ગરીબ નવાજની છ્ઠ્ઠી શરીફની ભરૂચ તાલુકાના માંચ ગામ ખાતે ઉજવણી મુસ્લીમ સમુદાય દ્વારા કરવામાં આવી હતી. ગામના પ્રવેશ દ્વાર નજીક આવેલ હોલમાં સૂફીસંત મેહબૂબઅલી સાહેબની અને કમિટીની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના માંચ ખાતે હજરત ખ્વાઝા ગરીબ નવાઝની છ્ઠ્ઠી શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી, સૂફીસંત મેહબૂબઅલી સાહેબની વિશેષ ઉપસ્થિત રહ્યા..
વિશ્વ વિખ્યાત અજમેર શરીફ સ્થિત સૂફી સંત ખ્વાઝા ગરીબ નવાજ સાહેબની છ્ઠ્ઠી શરીફની ભરૂચના માંચ ખાતે મુસ્લીમ સમુદાય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સૂફીસંત મેહબૂબઅલી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં શાનદાર તકરીર તેમજ કવ્વાલીના કાર્યક્રમો યોજાયા હતાં. મુસ્લીમ સમુદાય દ્વારા ખ્વાઝા ગરીબ નવાઝના ૮૧૩ મા ઉર્સની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. માંચ ખાતે ૭૯ માં ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી હતી. ખ્વાજા ગરીબ નવાજ પર એક મશહૂર શાયરી પણ લખાઇ છે. ‘’ઈરાદે રોજ બનતે હૈ ઔર બનકર તૂટ જાતે હૈ, વહી અજમેર જાતે હૈ જિન્હેં ખ્વાજા બુલાતે હૈ’’. પંથકના ગામોમાંથી મોટી સંખ્યામાં મુસ્લીમ બિરાદરો અજમેર ખાતે ખ્વાજા ગરીબ નવાજના ૮૧૩મા ઉર્સમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ પ્રસંગે માંચ ખાતે આવેલ મસ્જિદને રોશનીથી સજાવવામાં આવી હતી. માંચ ખાતે અજમેર શરીફના ઉર્સની ઉજવણી પ્રસંગે ખાસ સૂફીસંત મેહબૂબઅલી સાહેબ સહિત મોટી હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સૂફીસંત મેહબૂબઅલી સાહેબએ સાનદાર તકરીર કરી ઉપસ્થિત લોકોના દિલ જીતી લીધા હતા. આયોજકો દ્વારા સમૂહ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી…




