GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari: અમલસાડ ખાતે યોજાયેલા આયુષ મેળામાં આયુર્વેદ અને હોમીયોપેથિક સારવારમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલીયાવાડી નવસારી દ્વારા અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડુત મંડળી લી. ખાતે આયુર્વેદ તથા હોમીયોપેથી અંગે પ્રચાર પ્રસાર સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે આયુષ કેમ્પની ઉજવણી  અમલસાડ ખાતે કરવામાં આવી હતી. જેમાં વન ઔષધિ પ્રદર્શન, પંચકર્મ, યોગ માર્ગદર્શન તથા અલગ-અલગ વિભાગ ઓપીડી અંતર્ગત સેવા આપી હતી. આ કેમ્પમાં વૈદ્ય ઉર્વીબેન પટેલ, વૈદ્ય અમી દશોદી, ડૉ માધવી ગઢવી તેમજ જિલ્લા પંચાયત ના આયુર્વેદ ડૉકટર વૈદ્ય શૈલેન્દ્ર નાકરાણી, વૈદ્ય પ્રકાશભાઇ ચૌહાણ તથા વૈદ્ય નિલેશભાઈ પટેલે સેવા આપી હતી.

આ આયુષ કેમ્પની મુલાકાત નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ લીધી હતી. તાલુકા પંચાયત ગણદેવી પ્રમુખશ્રી પ્રશાંતભાઈ શાહ તાલુકા પંચાયત ન્યાય સમિતિ મનિષાબેન નાયકા, માજી સરપંચશ્રી નિલેશભાઈ, અમલસાડ મંડળી પ્રમુખશ્રી નિમેષભાઈ તથા અમલસાડ મંડળી સેક્રેટરીશ્રી આશિષભાઈ નાયક, નગરપાલિકાના નગર સેવકો પણ ઉપસ્થિત રહયા હતાં. સર્વરોગ નિદાન સારવાર, ડાયાબિટીસ તપાસ, બ્લડપ્રેશર તપાસ, વેલનેસ સેન્ટર અંતર્ગત સ્વસ્થવૃત્ત માર્ગદર્શન, યોગ સમજ ચાર્ટપ્રદર્શન, પંચકર્મ સારવાર-સ્વેદનકર્મ, અગ્નિકર્મ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. હોસ્પિટલના તમામ સ્ટાફે હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!