
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સુચનાથી જૂનાગઢ જિલ્લામાં બ્રિજ અને અસરગ્રસ્ત માર્ગોનું યુદ્ધના ધોરણે નિરીક્ષણ ઇન્સ્પેક્શન ટીમો બનાવીને કરવામાં આવ્યું છે,. અત્યાર સુધીમાં ૪૮૦ નાના મોટા પુલોનું ઇન્સ્પેક્શન પૂર્ણ કરીને મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે, તેમ કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ માંગરોળના આજક આંત્રોલી રોડ પરના પૂલના નિરીક્ષણ દરમિયાન જણાવ્યું હતું.કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું કે, ઇન્સ્પેક્શન બાદ સલામતીના ભાગરૂપે આપ પુલને નીચે ઉતારવામાં આવી રહ્યો હતો. જેમાં કુતુહલવસ કેટલાક લોકો પૂલ નિહાળી રહ્યા હતા અને તે બેલેન્સ ગુમાવતા નીચે પડ્યા હતા પણ સદનસીબે જાનહાની થઈ નથી. પુલ તૂટ્યો નથી પરંતુ તોડવામાં આવી રહ્યો હતો.જૂનાગઢ માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઈજનેરશ્રી અભિષેક ગોહિલના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, માર્ગ અને મકાન વિભાગના દિશાનિર્દેશ અનુસાર તાત્કાલિક બ્રીજ ઇન્સ્પેકશન પૂર્ણ કરવાના ભાગરૂપે તા.૧૧/૦૭/૨૦૨૫ ના રોજ અધિક્ષક ઇજનેરશ્રી અને કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા કંટાળી ફાટક આજક આંત્રોલી રોડ પર આવેલ ઇરીગેશનનું જુનું ૫ મીટર સ્પાનવાળું કુલ ૧૦ મીટર લંબાઈનું મેસનરી એબટ પિયર વાળું સ્લેબ ડ્રેઈનની ચકાસણી કરેલ. સદર જગ્યાએ નવો પુલ મંજુર થયેલ હોવાથી જુના બાંધકામ માટે સાવચેતીના ભાગરૂપે જર્જરિત સ્લેબને ઉતારી પાડવાનો નિર્ણય લેવામાં આવેલ હતો.જે અન્વયે બંને છેડે ચેતવણી દર્શક બોર્ડ લગાવી રસ્તો ટ્રાફિક માટે બંધ કરવામાં આવેલ હતો. તા:૧૪/૦૭/૨૦૨૫ ના રોજ આ સ્ટ્રક્ચરના સ્લેબ તોડવાની કામગીરી પ્રગતિમાં હતી. જેમાં એક સ્લેબનું ડીમોલીશન પૂર્ણ થયા બાદ બીજા સ્લેબનું ડીમોલીશનની કામગીરી બાકી હતી. એ સમયે સ્થાનિક લોકો સ્થળ પર અચાનકથી આવી ચડેલ. આ સમયે સુપરવાઈઝર દ્વારા લોકોને સેફટી માટે પુલ સ્થળેથી દુર મોકલવા માટે બે થી ત્રણ વખત જણાવેલ. પરંતુ એ સમયે સ્લેબ નીચે પડેલ અને આસપાસ ઉભેલા લોકો ઇજારદારના સુપરવાઈઝર સ્ટાફ સાથે લપસી પડેલ. પરંતુ કોઈ હાનિ થયેલ નથી. જુના પુલની જગ્યાએ નવો પૂલ બાંધવા રાજ્ય સરકાર દ્વારા એક કરોડની મંજૂરી અપાઇ છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





