તા. ૧૮.૦૮.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
એમ્બ્યુલન્સોનું
Dahod:દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સોનું પ્રતીબંધ કરવામાં આવતા રોજી રોટી માટે વખલા મારતા દાહોદના ખાનગી એમ્બયુલેન્સ માલિકો
છેલ્લા ઘણા સમયથી દાહોદમાં એમ્બ્યુલન્સ ચલાવતા એમ્બ્યુલન્સ માલિકો રોજી રોટી માટે વખલા મારી રહ્યા છે.ત્યારે રોજી રોટી માટે પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડી રહી છે. અને રોજી રોટી માટે લોનથી લીધેલા વાહનોના હપ્તા ભરવા પણ વાહન માલિકોને જેમ તેમ રૂપિયા ઉઘરાવી હપ્તો ભરી રહ્યા છે.એવા દાહોદમાં ૧૨ જેટલાં વાહનો છે અને ઓછા ભાડેથી દર્દીઓને એક હોસ્પિટલથી બીજા હોસ્પિટલ સારવાર માટે લઈ જતા હોય છે આશરે ૩ વર્ષ અગાવ ઝાયડસ હોસ્પિટલ બન્યું હતું જયારે દર્દીઓની સારી અને નિઃશુલ્ક સારવાર કરવામાં આવતા ઝાયડસ હોસ્પિટલમાં દર્દીઓનું જમાવડો હોય છે જેને લઈ ખાનગી એમ્બ્યુલન્સોનો જમાવડો ઝાયડસ હોસ્પિટલ ખાતે તથા અને કઈ વાત ને લઈ ખાનગી એમ્બ્યુલન્સ માલિકો સાથે ઝાયડસ હોસ્પિટલના સ્ટાફ જોડે કઈ વાતને લઈ માથાફૂટ તથા ખાનગી એમ્બ્યુલન્સને ઝાયડસ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સને ઉભી રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેના કારણે ઝાયડસ હોસ્પિટલની બહાર રસ્તા પર એમ્બ્યુલન્સને ઉભી રાખતા અવર જ્વર કરતા લોકો તેમજ વાહન ચાલકોને પડતી સમશ્યાઓને ધ્યાને રાખી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ પોલિસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવતા એમ્બ્યુલન્સોને તાલુકા આરોગ્ય કચેરીની ખુલ્લી જગ્યામાં ઉભા રાખતા ક્યાંકને ક્યાંક એમને ભાડુ મળતૂ નથી જેના કારણે ખાનગી એમ્બ્યુલન્સ માલિકોને વેપારમાં ૧૦૦% ફરક પડ્યો છે જેને લઈ ખાનગી એમ્બ્યુલન્સોને ઝાયડસ હોસ્પિટલની અંદર એમ્બ્યુલન્સોને ઉભી રાખવા જગ્યા ફાળવવામાં આવે એવી માંગ કરી છે