BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

નેત્રંગમાં દારૂનો મોટો જથ્થો પકડાયો:ખેતરના મકાનમાંથી 1.66 લાખની કિંમતની 474 વિદેશી દારૂની બોટલ મળી, આરોપી ફરાર

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ની ટીમે નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડ્યો છે. એલસીબીની ટીમે નેત્રંગના મોવી રોડ પર આવેલા એક ખેતરના મકાનમાંથી વિદેશી દારૂની 474 નાની-મોટી બોટલો જપ્ત કરી છે.
પકડાયેલા દારૂની કિંમત રૂપિયા 1,66,800 થવા જાય છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે આ કાર્યવાહી કરી હતી. નેત્રંગ નોડીયા કંપનીમાં રહેતા વિપુલ મહેન્દ્રભાઈ વસાવાએ તેના ખેતરના મકાનમાં આ દારૂ છુપાવ્યો હતો.
પોલીસે રેઈડ કરી ત્યારે આરોપી વિપુલ વસાવા સ્થળ પર હાજર ન હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપીને વોન્ટેડ જાહેર કરી દેવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!