વિદ્યાર્થીઓમાં ઉચ્ચ મુલ્યોના સિંચનનો સ્તુત્ય પ્રયાસ

ચાંપાબેરાજાની શાળામાં સ્વામી વિવેકાનંદ અને નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવનકવન અંગે પ્રેરક કાર્યક્રમ યોજાયો
જામનગર (ભરત ભોગાયતા)
16 /1/2026 ના રોજ શ્રી ચાપાબેરાજા. પ્રાથમિક શાળા ખાતે સ્વામી વિવેકાનંદ તા.12, જાન્યુઆરી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ 23 જાન્યુઆરી માસની જન્મ જયંતી નિમિત્તે કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી . જેમાં શાળાના આચાર્ય દશરથસિંહ કે જાડેજા દ્વારા કાર્યક્રમને અનુરૂપ શાબ્દિક સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું તેમજ શાળાના એસ. એમ. સી. સભ્યશ્રી દ્વારા કાર્યક્રમના મુખ્ય મહેમાન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લાના અધ્યક્ષ રવીન્દ્રકુમાર પાલ તથા જિલ્લા પ્રચારમંત્રી અને કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. ભાવેશભાઈ વ્યાસને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું
.ત્યાર બાદ મુખ્ય વક્તા શ્રી ડૉ.ભાવેશભાઈ વ્યાસ દ્વારા સ્વામી વિવેકાનંદ વિશે અને તેમની દેશ પ્રત્યેની શ્રદ્ધા, ભાવના વિશે બાળકોને માર્ગદર્શન તથા કર્તવ્યનિષ્ઠાની વાત કરી સુંદર માર્ગદર્શન આપ્યું.. ત્યાર બાદ જિલ્લા અધ્યક્ષ રવીન્દ્રકુમાર પાલ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે અને તેમને દેશ માટે આપેલા બલિદાન, ત્યાગ, તેમની સાહસિકતા નિડરતાની વાત કરી વિદ્યાર્થીઓને કર્તવ્યનું માર્ગદર્શન આપ્યું હતું. આમ બંન્ને વક્તા દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન વિદ્યાર્થીઓએ અને ગ્રામજનોએ કર્તવ્યનું ભાથું મેળવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના અગ્રણી અને એસ.એમ.સીના ઉપાધ્યક્ષ દેવુભા જાડેજા,માજી સરપંચ અનોપસિંહ નાનભા જાડેજા,પરમાર રતુભા બચુભા, યુવા અગ્રણી વનરાજસિંહ ચનુભા જાડેજા, લખુભા જાડેજા, મુળુભા જાડેજા, સહદેવસિંહ જાડેજા તથા ગામની મહિલાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક જીગ્નેશભાઈ પંડ્યા અને જીગ્નેશભાઈ સાધરિયા, પુનમભાઇ સોલંકી, લતાબેન પંડ્યા, જ્યોતિબેન બદિયાણી દ્વારા ખુબ સરસ જહેમત ઉઠાવવામાં આવી હતી. આભાર વિધિ શાળાના આચાર્યશ્રી દશરથસિંહ કેશુભા જાડેજાએ કરી હતી .. દશરથસિંહ કેશુભા જાડેજા, આચાર્ય. ચાપાબેરાજા પ્રાથમિક શાળા. ચાપાબેરાજા, તા., જિ. જામનગર..



