GUJARATJUNAGADH

નોબલ યુનિવર્સિટી ખાતે તા.૭ ઓક્ટોબરના યુવાઓ સાથે વ્યાખ્યાનમાળા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

નોબલ યુનિવર્સિટી ખાતે તા.૭ ઓક્ટોબરના યુવાઓ સાથે વ્યાખ્યાનમાળા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભીમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે યુવાઓ સાથે વ્યાખ્યાન માળા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.યુવાઓ સાથે વ્યાખ્યાનમાળા અને સાંસ્કૃતિક કાર્યક્રમ તા.૭ ઓક્ટોબરના રોજ બપોરે ૩ કલાકથી નોબલ યુનિવર્સિટી, ભેંસાણ રોડ જૂનાગઢ ખાતે યોજાશે. જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, જૂનાગઢ મહાનગરપાલિકા મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, સાસંદ શ્રી રાજેશભાઈ ચુડાસમા,ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા,ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલીયા, જૂનાગઢ મહાનગરપાલિકા સ્થાયી સમિતિના ચેરમેન સુશ્રી પલ્લવીબેન ઠાકર સહિતના ઉપસ્થિત રહેશે

Back to top button
error: Content is protected !!