ARAVALLIGUJARATMODASA

મોડાસા – નવા કોલીખડ પ્રાથમિક શાળામાં ‘શિક્ષણનું મહત્વ’ વિષય પર વ્યાખ્યાન અને બિસ્કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – નવા કોલીખડ પ્રાથમિક શાળામાં ‘શિક્ષણનું મહત્વ’ વિષય પર વ્યાખ્યાન અને બિસ્કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો

મોડાસા તાલુકાની નવા કોલીખડ પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને બાળકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી એમ એલ ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ, મોડાસાના રસાયણ શાસ્ત્ર વિભાગના અધ્યાપક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના ગતિવિધિ કાર્યકર્તા પ્રાથમિક વર્ગ શિક્ષિત નામી એવોર્ડી ડૉ. મનોજ ગોંગીવાલા એ કહ્યું કે શિક્ષણ એ જ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે. શાળાના બાળકોને ખૂબ જ સરળ અને મનોરંજક શૈલીમાં ‘શિક્ષણનું મહત્વ’ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ માત્ર પુસ્તકનું જ્ઞાન નથી, પરંતુ તે જીવન જીવવાની કળા અને સંસ્કાર છે. ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે શિક્ષણ જ એકમાત્ર સબળ માધ્યમ છે. તેમણે બાળકોને નિયમિત શાળાએ આવવા અને ઉચ્ચ ધ્યેય રાખવા માટે પ્રેરિત કર્યા હતા.શક્તિ વર્ધક સ્વદેશી ગ્લુકોઝ બિસ્કિટનું વિતરણતમામ ભૂલકાઓને ગ્લુકોઝ બિસ્કિટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક માર્ગદર્શનની સાથે બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના આ નાના પ્રયાસને શાળા પરિવારે આવકાર્યો હતો.કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય અને સ્ટાફ મિત્રોએ ડૉ. મનોજ ગોંગીવાલાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવા વિદ્વાન અધ્યાપકો જ્યારે પાયાના શિક્ષણમાં રસ દાખવે છે ત્યારે ગ્રામીણ શિક્ષણનું સ્તર ચોક્કસપણે ઊંચું આવે છે.

Back to top button
error: Content is protected !!