અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મહિયાપુર માલપુર જનસેવા ટ્રસ્ટ સંચાલિત નર્સિંગ ના તાલીમાર્થી માટે માનવ સેવા ની અગત્યતા પર વ્યાખ્યાન યોજાયું
શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ ના અધ્યાપક ડૉ.મનોજ ગોંગીવાલા એ મહીયાપુર માલપુર જનસેવા ટ્રસ્ટ સંચાલિત નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ને સંચાલક મહેશભાઈ પટેલ તેમજ ટ્રેનરની ઉપસ્થિતિમાં માનવ સેવાની અગત્યતા પર વ્યાખ્યાન યોજી તમામ નર્સિંગ ની તાલીમાર્થી ને ગ્લુકો બિસ્કીટ્સ નું વિતરણ કરવામાં આવ્યું.
શામળાજી આર્ટસ કોલેજ ખાતે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર મોડાસા અરવલ્લી આયોજીત એક દિવસીય રાજ્ય લેવલ ના વર્કશોપમાં લોક વિજ્ઞાન કેન્દ્ર માતૃશ્રી રંજનાબેન પ્રતાપભાઈ ગોંગીવાલા ના નામકરણ દાતા મનોજ નું સન્માન કરવામાં આવ્યું. ડૉ મનોજે પોતાની કર્મ સંસ્થા શ્રી . એમ. એલ. ગાંધી હાયર એજ્યુકેશન નો સહ સ્નેહ આભાર વ્યક્ત કરી અનુભવો રજૂ કર્યા.ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી ડૉ. મનોજે અત્યાર સુધીમાં 0.38 કરોડ પાર્લે જી રાજ્ય અને રાજ્ય બહાર વિવિધ સંસ્થાઓ મા બે હજાર જેટલા કાર્યક્રમો સાથે જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સમયે સ્વખર્ચે કરી રહ્યા છે.