થરા કોલેજમાં સંશોધન પ્રક્રિયા પર વ્યાખ્યાનમાળા નું આયોજન થયું
થરા કોલેજમાં સંશોધન પ્રક્રિયા પર વ્યાખ્યાનમાળા નું આયોજન થયું
થરા કોલેજમાં સંશોધન પ્રક્રિયા પર વ્યાખ્યાનમાળા નું આયોજન થયું
શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત શ્રીમતી કાન્તાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ ઍન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ થરામાં અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા તા. ૨૭/૦૨/૨૦૨૫ નાં રોજ શ્રધ્ધેય શાંતિલાલ છોટાલાલ ધાણધારા (ભગતભાઈ) અને પૂર્વ પ્રિ.ડૉ. હેમરાજભાઈ આર.પટેલે વ્યાખ્યાનમાળાનું આયોજન થયું. વ્યાખ્યાન માળાનો મુખ્ય વિષય સંશોધન પ્રક્રિયા પર હતો. આઘુનિક સમયમાં ઉચ્ચઅભ્યાસ માટે સંશોધનની તાતી જરૂરિયાત છે.જે અંતર્ગત કાર્યક્રમનું આયોજન પ્રિ.ડૉ.ડી.એસ.ચારણ નાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ.જેમાં મુખ્ય વકતા તરીકે મનોવિજ્ઞાન વિભાગનાં ડૉ.એ. એલ.સુતરીયા મહિલા આર્ટ્સ અને હોમસાયન્સ કોલેજ મહેસાણા,અર્થશાસ્ત્ર વિભાગનાં ડૉ.રોહિત જે.દેસાઈ આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા અને અર્થશાસ્ત્ર વિભાગનાં ડૉ. અરવિંદ કે.પટેલ આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ હિંમતનગર થી ઉપસ્થિત રહી ઊંડાણ પૂર્વક સંશોધન વિશે વિધાર્થીઓને જ્ઞાન સભર કર્યા હતાં.સંશોધનની વાત કરીએ તો સંશોધન એટલે શું?, સંશોધનના સોપાનો,સંશોધનનો ખ્યાલ,રીસર્ચ લેખ,પી.એચ.ડી થીસીસ,સંશોધન સમસ્યા, સેમ્પલિંગ મેથડઅને ડેટા વિશ્લેષણ જેવી વગેરે વિષય પર ત્રણેય વકતાઓએ પીપીટી દ્વારા વિધાર્થીઓને જ્ઞાન પૂરું પાડ્યું હતું. આ વ્યાખ્યાન માળાનોમુખ્ય ઉદેશ્ય એ હતો કે હાલ નવી શિક્ષણ નિતિ માં છેલ્લા વર્ષના વિધાર્થીઓ ને સંશોધનનો અભ્યાસ કરવાનો છે ત્યારે વિધાર્થીઓ આ વિષય થી પરિચિત થાય અને પોતાનો એક ધ્યેય નકકી કરે.વ્યાખ્યાન માળાનું સંચાલન અર્થશાસ્ત્ર વિભાગનાં પ્રો.આર. ટી. રાજપૂત,ડૉ.રાજેશ ખાંટ દ્વારા કરવામાં આવેલ હતું. વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આભાર વિધી ડૉ.અમિષાબેન પંચાલે કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 31530