બોરસદ બી.એડ કોલેજમાં વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું
બોરસદ બી.એડ કોલેજમાં વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું
તાહિર મેમણ – આણંદ – 01/02/2025 – આર.પી.અનડા કોલેજ ઓફ એજ્યુકેશન બોરસદ અને સરદાર પટેલ યુનવર્સિટી ના સંયુક્ત ઉપક્રમે એસ. એસ. આઈ. પી. સેલ અંતર્ગત તારીખ 30/01/2025ના રોજ ડૉ. સુનિલ ચાકી (પ્રોફેસર, કો – ઓર્ડીનેટર, એસ.એસ.આઈ.પી. નવધારા, એસ.પી. યુનિવર્સિટી, વી.વી.નગર) નું ‘ધ પાવર ઓફ ઇનોવેશન ટ્રેન્સ ફોર્મિંગ આઈડિયાસ ઈન ટુ સ્ટાર્ટ-અપ’ના સંદર્ભે પ્રાસંગિક વ્યાખ્યાન યોજવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત આચાર્યશ્રી ડો. જે. કે. તલાટી દ્વારા વ્યાખ્યાતાનો સ્વાગત-પરિચય આપવામાં આવ્યો. ત્યારબાદ વક્તા દ્વારા વ્યાખ્યાનના મુખ્ય મુદ્દાઓમાં ભાવિ શિક્ષકોએ ઈનોવેશનનું મહત્ત્વની સમજ, તેની પ્રાથમિકતા , ઈનોવેશનના અમલીકરણમાં આવનાર અડચણો, શિક્ષણનું કાર્ય માત્ર વ્યવસાય પ્રાપ્તિ કરતાં વિશેષ ઘ્યેય જરૂરી, વિવિધ દેશોમાં સામાજિક અર્થવ્યસ્થામાં ભારતનું મહત્ત્વ, વિકસિત ભારત અભિયાન અને વર્તમાન અમૃત કાળમાં શિક્ષણની ભૂમિકા, આવનારા ૨૫ વર્ષ વિદ્યાર્થી માટે પાયાની અગત્યતા, ભારત સરકારના વિવિધ પ્રોજક્ટસ વ્યવસ્થાનું મહત્ત્વ અને તેમાં ઉદભવતી સમસ્યાઓ અને તેનુ નિરાકરણ મોટો પડકાર, ગ્રામીણ ક્ષેત્રે તેનું અમલીકરણ, વ્યકિતને સ્વાવલંબી બનવામાં આવનાર અડચણો, ભારત દેશની બનાવટો અને તેનો વપરાશ. સ્ટાર્ટ અપની શરૂઆતના આઠ મુદ્દાઓની સમજ. વગેરે જેવાં પ્રાસંગિક મુદ્દાઓ સાથે વક્તવ્યની પૂર્તિ કરવામાં આવી. આભાર વિધિનું કાર્ય અધ્યાપક ડો. કે. બી. પરમાર દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન અધ્યાપિકા ડૉ.એમ. સી. વાણિયા દ્વારા સંપન્ન કરવામાં આવ્યું.