મહિલાને બાળ વિકાસ વિભાગ દ્વારા વાવ તાલુકાના વાવડી ગામ પંચાયત ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 હેઠળ કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવેલ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ, 2005 હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન મહિલા ને બાળ વિકાસ વિભાગ પોલીસ બેઝ્ડ સપોર્ટ સેન્ટરના રેખાબેન એલપી દ્વારા વાવ તાલુકાના વાવડી ગામ પંચાયત ખાતે કરવામાં આવેલ હતું સૌપ્રથમ હાજર મહેમાનોનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ હતું કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ ઘરેલુ હિંસા વિશે ગ્રામ્ય મહિલાઓમાં જાગૃતતા લાવવા, તેમની હક્ક-હકૂક અંગે જાણકારી આપવી તથા જરૂર પડ્યે કાયદાકીય મદદ મેળવવાના માર્ગ દર્શાવવાનો હતો.
સેમિનારમાં વાવ પોલીસ સ્ટેશન પી .આઇ શ્રી ખત્રી મેડમ, મહિલાને બાળ વિકાસ વિભાગ પોલીસ સપોર્ટ સેન્ટર થરાદના રેખાબેન એલપી દ્વારા મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ 2005 ની જોગવાઈઓ, મહિલાઓના કાનૂની અધિકારો, સંરક્ષણ અધિકારીની ભૂમિકા, ફરિયાદ કરવાની પ્રક્રિયા તેમજ મહિલાઓ માટે ની સુરક્ષા હેલ્પલાઇન, મહિલાને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાકીય માહિતી વિગતવાર માર્ગદર્શન આપ્યું.
આ કાર્યક્રમમાં વાવ પોલીસ સ્ટેશન પી .આઇ શ્રી ખત્રી મેડમ મહિલાને બાળ સપોર્ટ સેન્ટરમાંથી રેખાબેન એલ, ડેપ્યુટી સરપંચ ,એફએચડબલ્યુ ,તલાટી કમ મંત્રી સંવેદના ટ્રસ્ટ શીતલબેન પૂર્વ સરપંચ શ્રી,સ્થાનિક આંગણવાડી કાર્યકરો, આશા વર્કરો, સખી મંડળની બહેનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન મહિલાઓને હિંસાથી મુક્ત જીવન જીવવા માટે હિમ્મત, સહયોગ અને સરકારની સહાય યોજનાઓ વિશે પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું.
અંતે મહિલાઓના સશક્તિકરણ માટે ભવિષ્યમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો સતત યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.
આમ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ હાજર રહેલ હતા




