ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજના વાંસળી (વૈડી) ગામે દીપડાનું બચ્ચું ઝડપાયું, વન વિભાગે સલામત રેસ્ક્યૂ કર્યું ; જિલ્લામાં દીપડાનો ભય યથાવત

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મેઘરજના વાંસળી (વૈડી) ગામે દીપડાનું બચ્ચું ઝડપાયું, વન વિભાગે સલામત રેસ્ક્યૂ કર્યું ; જિલ્લામાં દીપડાનો ભય યથાવત

 

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વાંસળી (વૈડી) ગામમાં દીપડાનું બચ્ચું જોવા મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ગામલોકોએ સતર્કતા દાખવી દીપડાના બચ્ચાને ઝડપી પાડી તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા મેઘરજ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને યોગ્ય કાર્યવાહી કરીને બચ્ચાનું સલામત રીતે રેસ્ક્યૂ કર્યું હતું.વન વિભાગ દ્વારા દીપડાના બચ્ચાને સુરક્ષિત સ્થળે ગાંધીનગર ખાતે લઈ જવાનું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ દીપડાએ વિસ્તારમાં બે પશુઓનું મારણ કર્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર વધતી જોવા મળી રહી છે. ગામડાઓ અને જંગલ નજીકના વિસ્તારોમાં વારંવાર દીપડા દેખાવાની ઘટનાઓને કારણે લોકો સતર્ક બન્યા છે. ગઈ કાલે જ ભિલોડા વિસ્તારમાં કુદરતી હાજતે ગયેલા યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો, જેના પગલે જિલ્લામાં દીપડાનો કહેર યથાવત હોવાનું જણાઈ રહ્યું છે.વન વિભાગે લોકોને સાવચેતી રાખવા, રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને જંગલ વિસ્તાર નજીક ખાસ ધ્યાન રાખવા અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!