થરા કોલેજમા અપરાજિતા ફાઉન્ડેશન દ્વારા લાઈફ સ્કીલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
થરા કોલેજમા અપરાજિતા ફાઉન્ડેશન દ્વારા લાઈફ સ્કીલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

થરા કોલેજમા અપરાજિતા ફાઉન્ડેશન દ્વારા લાઈફ સ્કીલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામા આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એન. એસ. એસ.વિભાગ અને અપરાજિતા ફાઉન્ડેશન દ્વારા “ટીમ ટીમ તારા” પ્રોગ્રામ હેઠળ કોલેજના વિધાર્થીઓ માટે તા.૦૬/૦૨/૨૦૨૬ના રોજ લાઈફ સ્કીલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.અપરાજિતા ફાઉન્ડેશનમાંથી પધારેલ મિહિરભાઈ શુક્લે તમામ વિધાર્થીઓને લાઈફ સ્કીલ અંગે માહિતગાર કરી વિવિધ વિડીઓ લેક્ચર દ્વારા વિધાર્થીઓને ધ્યાન કેવી રીતે કેન્દ્રિત કરી શકાય તેમજ ક્રિએટિવ કન્ટેન્ટની પણ વિસ્તૃત માહિતી આપી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. દિનેશકુમાર ચારણે વિધાર્થીઓ ને ટાઈમ મેનેજમેન્ટ અંગે પણ ઊંડાણપૂર્વક માહિતી આપી હતી.પ્રોગ્રામનું સફળ સંચાલન એન.એસ.એસ પ્રોગામ ઓફિસર ડૉ.ગૌરવ શ્રીમાળી,ડૉ. રામ સોલંકીએ આભારવિધિ ડૉ. નિતેશ પટેલ એ કરી હતી.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530