થરા-૧ પે કેન્દ્ર શાળા ખાતે ૭૬ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ..
શાળાના નિવૃત આચાર્યો તેમજ પૂર્વ શિક્ષકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું... રમેશ ત્રિવેદી.

થરા-૧ પે કેન્દ્ર શાળા ખાતે ૭૬ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ..
—————————————-
શાળાના નિવૃત આચાર્યો તેમજ પૂર્વ શિક્ષકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું… રમેશ ત્રિવેદી.
—————————————-
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ થરા-૧ પે કેન્દ્ર શાળાના મેદાનમાં શાળાની પૂર્વ વિધાર્થીની એવમ થરા જી.ઈ. બી.ના જુનિયર આસી.રાજગોર હિરલબેન દિલીપકુમારના વરદ હસ્તે શાળાના ઉત્સાહી નવ નિયુક્ત આચાર્ય રમેશભાઈ ત્રિવેદી,પૂર્વ આચાર્ય રમેશભાઈ ચૌધરી,સી.આર.સી.કો. પ્રહલાદભાઈ જોષી,થરા નગર પાલિકા પૂર્વપ્રમુખ વિનોદજી ઠાકોર,કોર્પોરેટર વિક્રમસિંહ વાઘેલા,જૈન શ્રેષ્ઠી રાકેશભાઈ શાહ,એસ.એમ.સી.અધ્યક્ષ જયદેવસિંહ વાઘેલા,નિવૃત શિક્ષક એવમ પત્રકાર ઉમેશભાઈ ગૌસ્વામી,અશોકભાઈ પ્રજાપતિ માંડલાની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરી ૭૬ માં પ્રજાસત્તાક દિનની ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ સવારે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.શાળાના આચાર્ય રમેશભાઈ ત્રિવેદીએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા.શાળાના બાળકો દ્વારા ગીત,ગરબા,નાટક, એકપાત્રીય અભિનય,વકતૃત્વ સ્પર્ધા,પિરામિડ,દેશભક્તિ સહીત ૧૦ થી વધુ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.શાળાના નિવૃત આચાર્યો અને પૂર્વ શિક્ષકોમા ફરશુભાઈ જોષી, વીરારામભાઈ જોષી, બળદેવભાઈ જોષી,પ્રેમચંદભાઈ રાઠોડ (દરજી),વિમળાબેન ઠક્કર, મંજુલાબેન જોષી, બાબુભાઈ જોષી સહીત ૨૦ થી વધુ કર્મચારીઓને ફુલ હાર પહેરાવી પ્રતીક આપી શાલ ઓઢાડી શાળા પરિવારે વિશેષ સન્માન કર્યું હતું. શાળામાં અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ નંબર મેળવનાર દરેક બાળકોને શાળા પરિવાર દ્વારા શિલ્ડ અને સન્માન પત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સમસ્ત ભરવાડ સમાજ ગુરૂગાદી શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ જગ્યા ના પરમ પૂજ્ય સંતશ્રી કાર્તિકપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુએ આશિર્વચન આપ્યા હતા. અરવિંદભાઈ ત્રિવેદી,શિક્ષક જયંતીભાઈ પ્રજાપતિ (મેતર) સહિત શાળાનો સમગ્ર સ્ટાફ ગણ હાજર રહી પ્રજાસત્તાક દિનના કાર્યકમને સફળ બનાવ્યો હતો.ધ્વજવંદન કાર્યક્રમનું સંચાલન શિક્ષક રાજીવભાઈ ગોરે આયોજન તથા સંકલન શાળાના આચાર્ય રમેશભાઈ ત્રિવેદી અને આભાર વિધિ શિક્ષક જયંતીભાઈ એમ. પ્રજાપતિએ કરેલ.મો.૯૯૭૯૫ ૨૧૫૩૦




